________________
૬. નામ ૭. ગોત્ર અને ૮. અંતરાય નામના છે. તે શ્રીયંત્રમાં પુદ્ગલ ત્રિકોણની આસપાસના પ્રથમ વલય-ચક્રના આઠ ત્રિકોણ દ્વારા બતાવવામાં આવ્યા છે. તે આઠ પ્રકારનાં કર્મ જે આત્માને વળગે છે - લાગે છે, તેને દશ પ્રકારની સંજ્ઞા - ૧. આહાર ૨. ભય ૩. મૈથુન ૪. પરિગ્રહ ૫. ક્રોધ ૬. માન ૭. માયા ૮. લોભ ૯. ઓઘ ૧૦. લોક - સંજ્ઞાઓ ઉત્પન્ન થાય છે. તે પ્રથમ વલયના આઠ ત્રિકોણની પાસેના બીજા વલયના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવી છે. આ દશ સંજ્ઞાના પરિણામે જીવને દશ પ્રાણ - પાંચ ઈન્દ્રિય (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય) મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય પ્રાપ્ત થાય છે. તે ત્રીજા વલય-ચક્રના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આ દશ પ્રાણોને સંસારી જીવો ધારણ કરે છે. તે સંક્ષેપમાં ૧૪ પ્રકારના બતાવવામાં આવ્યા છે. આ ચૌદે પ્રકારના જીવોનું સૂચન ચોથા વલયના ચૌદ ત્રિકોણો દ્વારા થાય છે. આ ચૌદ પ્રકારના જીવોમાં બ્રહ્માંડના સર્વ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે.
તેની આસપાસ આઠ કમળની પાંખડીઓ સ્વરૂપ એક વલય છે. પૂર્વે આત્માની સંજ્ઞા તરીકે ઓળખાયેલ ક્રોધ, માન, માયા, લોભ અહીં આત્માના ભયંકર શત્રુ તરીકે વર્તે છે. તે સિવાય રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, એ ચારે મળી, ઉપરના ચૌદે પ્રકારના અર્થાત્ સમગ્ર બ્રહ્માંડના પ્રત્યેક જીવના મહાન શત્રુઓ છે. આત્માની આધ્યાત્મિક ઉન્નતિમાં આ આઠેય બાધક છે. તેના ઉપર વિજય મેળવવો હોય તો અન્તર્મુખ બની સૌ પ્રથમ જ્ઞાન મેળવી, અજ્ઞાન દૂર કરવું જોઈએ. તે માટે વર્ણમાતૃકાના પ્રતિક સ્વરૂપે ડા, કા, , , ૩, ૩, ૪, ૮, વૃ, , , , , , ૩i, : સ્વરૂપ ૧૬ સ્વરોનું ધ્યાન કરવું આવશ્યક છે. આ સોળ સ્વરોની સાથે ૩૩ વ્યંજનોનું પણ ધ્યાન કરાય છે. તેનું સૂચન કમળની સોળ પાંખડીઓવાળા વલય-ચક્ર દ્વારા થાય છે. - વર્ણમાતૃકાના ધ્યાનથી જ્ઞાનાવરણીય કર્મો દૂર થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેનો પ્રકાશ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રને પેલે પાર બ્રહ્માંડ-લોકનસ સીમાઓને ઓળંગી અલોકમાં પણ પહોંચે છે. તેના ४०
મન્ત્ર સંસાર સાર..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org