________________
. છે; છતાં પરોક્ષ રીતે દેવતાઈ સહાય જણાતી જ હોય છે. શરત એટલી જ છે કે પ્રાર્થના ઉચિત જોઈએ, હૃદય નિર્મળ જોઈએ અને કાર્યમાં સ્વાર્થ કે સ્પૃહાની બદબૂ ના જોઈએ.
જૈન શાસન ઉપર વણકલ્પી આફતો અને આક્રમણોનાં એંધાણો વર્તી રહ્યાં છે. ચારેબાજુ ફેલાઈ રહેલા અત્યાચારો, વ્યભિચારો, આર્થિક ભીંસ, જમાનાવાદનો વકરેલો વાયરો, ધર્મવિમુખતા જેવાં શાસનનાશક તત્ત્વો વગેરે વચ્ચે ડગુમગુ થતું શાસનનું નાવડું હજી બચી રહ્યું છે તેમાં દૈવી તત્ત્વોનો ફાળો માન્યા વગર છુટકારો જ નથી. . .
કયારેક દુષ્ટ દેવોનું જોર વધી જાય અને સાથે સાથે આપણાં પુણ્ય ઓછાં પડે ત્યારે આ અધિષ્ઠાયક દેવો શાસનની હાલત જાણવા છતાં કંઈ પણ કરવા માટે લાચાર હોય છે. અધિષ્ઠાયક દેવો આપણા પુણ્ય અને પુરુષાર્થ બંને દ્વારા આકર્ષાતા હોય છે.
કયારેક આપણે શાસનની બાજી તેમના ઉપર જ છોડી દેતા હોઈએ છીએ. આપણે કશું ના કરીએ અને તેમના ઉપર છોડી દઈએ કે “અધિષ્ઠાયકો જાગૃત હશે તો કરશે”; તો તેઓ કશું જ ના કરે. આપણો પ્રબળ પુરુષાર્થ હોય ત્યારે ખૂટતી સહાય કરવા તેઓ આવતા હોય છે. તેમના ઉપર કળશ ઢોળી દઈએ અને પછી કાર્યસિદ્ધિ ના થાય ત્યારે બૂમો પાડીએ કે “અધિષ્ઠાયકો જાગતા નથી, અધિષ્ઠાયકો છે જ નહીં.” તો તે ઉચિત નથી.
સવાલઃ અધિષ્ઠાયક દેવો નિયત (કાયમી) હોય છે કે અનિયત?
જવાબ: અધિષ્ઠાયક દેવોનાં સ્થાન નિયત હોય છે પણ અધિષ્ઠાયકો નિયત હોતા નથી. તેમનાં આયુષ્ય પરિમિત હોય છે.
દા.ત. ઋષભદેવ પ્રભુના અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવી છે. ઋષભદેવ પ્રભુનું શાસન અસંખ્યા વર્ષ સુધી ચાલ્યું; જયારે દેવીનું આયુષ્ય સીમિત હોવાથી ઋષભદેવ ભગવાનનું શાસન ચાલ્યું ત્યાં સુધીમાં તો અનેક ચક્રેશ્વરી દેવીઓ થઈ ગયાં.
નામ નિયત, સ્થાન નિયત, ફરજ નિયત, કાર્યક્ષેત્ર નિયત પણ વ્યક્તિઓની બદલી થતી જ રહે છે, છતાં તે સ્થાન કદાપિખાલી રહેતાં નથી.
મનં સંસાર સારે...
४८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org