________________
એમનો મહિમા વધારતા હોય છે.
સંઘમાં અન્ય દેવો વગેરેથી થતા ઉપદ્રવ વગેરે વખતે શાંતિ માટે પણ એ સમ્યકત્વી દેવો ઉપયોગી બને છે. અત્યારે પણ સંઘશાંતિ માટે પ્રતિક્રમણના અંતે શાંતિ, નવસ્મરણો વગેરે પ્રભાવક સ્તોત્રો ગણવામાં આવે છે અને પ્રભાવ પણ દેખાય છે.
એ જ પ્રમાણે દેવો સમ્યકત્વ સમાધિ, શ્રુતસમાધિ અને ચારિત્રસમાધિ માટે સહાયક બન્યાના પણ ઘણા દાખલાઓ નોંધાયા છે. કેટલાક નિદ્વવોને પ્રતિબોધ આપી સમ્યકત્વ-સમાધિમાં સ્થિર કરવાનું કામ દેવોએ કર્યું છે. જેમ કે એક નિતંવ (સાચા સૂત્રાર્થનો નિષેધ કરનાર) એક સાથે બે ઉપયોગ હોય એવી સ્થાપના કરતો હતો. એક વખત એક મંદિરમાં આ પ્રમાણે એ સ્થાપના કરતો હતો ત્યારે ત્યાંના યક્ષે એ નિતવ સાધુને મુદ્ગર બતાવી કહ્યું - અરે, અહીં સાક્ષાત્ મહાવીરસ્વામીના મુખે મેં એક સાથે બે ઉપયોગ ન હોય એવું સાંભળ્યું છે અને તમે ભગવાનથી પણ વધુ ડાહ્યા બનવા જાવ છો. તમારી ખેર નથી ! અને એ નિહ્નવ સાધુએ ભૂલ કબૂલી લીધી. *
પૂર્વે દષ્ટાંત આવ્યું તેમ વાદવિવાદમાં શ્રી સીમંધરસ્વામી પાસેથી સાચો જવાબ લાવી શાસનદેવીએ સંઘને શ્રુતસમાધિમાં સહયોગ આપ્યો.
મેતારજ મુનિ, બળદેવ વગેરે ઘણા મહાપુરુષોને દેવોએ પ્રતિબોધ કરી ચારિત્રસમાધિ માટે પ્રેર્યા.
જ્યાં ઘણીવાર પ્રભુ મહાવીર સ્વામી પધારેલા એવા ગુણશીલચૈત્ય વગેરે સ્થળોના અધિષ્ઠાયક દેવોપ્રાયશ્ચિતના વિષયમાં પણ સહાયક બન્યાના દાખલા શાસ્ત્રોમાં ઢંકાયેલા છે.
| ઈતિ શ્રી અધિષ્ઠાયક આવશ્યકતા પ્રકરણમ્ |
મનં સંસાર સાર..
૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org