________________
એમની અનુપસ્થિતિ આદિના કારણે કે આપણી નિષ્ક્રિયતા, બેદરકારી, આશાતનાઓના કારણે આવે, એમાં હોબાળો મચાવીએ છીએ.
રમેશ-મહેશ-નરેશ રસ્તા પર ચલતા હતા. વાતોમાં મગ્ન હતા. એમાં મહેશનો પગ કેળાની છાલ પર આવતો જોઈ રમેશે વાતો કરતાં કરતાં જ મહેશને સાઈડ પર ખસેડી લઈ લપસતાં બચાવ્યો, પણ વાતોમાં મગ્ન મહેશે એ વાતની નોંધ પણ લીધી નહીં, આભાર પણ માન્યો નહીં. પછી રમેશની ગેરહાજરીમાં મહેશ-નરેશ આગળ વધી રહ્યા હતા. નરેશે જોયું, મહેશનો પગ ખાડામાં પડી રહ્યો છે, છતાં આંખમિચામણાં કર્યાં. મહેશ ખાડામાં પડ્યો. ખાસું વાગ્યું. તરત જ નરેશે બહાર કાઢયો, પાટાપિંડી કરી, સાચવીને ઘરે લઈ ગયો. મહેશને પૂછો, તારી સાચી સેવા કોણે કરી-રમેશે કે નરેશે ? મહેશ કહેશે નરેશે. પણ તમે જ વિચારો કે સાચી સેવા કોની? લપસતાં બચાવનાર રમેશની, કે પડવા દઈ પાટાપિંડી કરનાર નરેશની?
આપણે બધા મહેશ જેવા છીએ. અધિષ્ઠાયકો પોતાની પ્રભુભક્તિના કારણે જે આપત્તિઓ-આક્રમણો થવા દેતા જ નથી, આવતા પહેલાં જ અટકાવે છે તે જોઈ શકતા નથી, અને તેઓની અનુપસ્થિતિના કારણે અને આપણાથી થતી અવિધિ-આશાતના-ઉપેક્ષાઓના કારણે આવતાં આપત્તિ-આક્રમણ માટે “અધિષ્ઠાયકો નકામા છે, અથવા છે જ નહીં” વગેરે ફરિયાદો કરીએ છીએ. અસ્તુ!
અધિષ્ઠાયકો કે બીજા દેવો (૧) વૈયાવચ્ચ (૨) શાંતિ અને (૩) સમાધિ - આ ત્રણમાં મહત્ત્વનાં નિમિત્તો છે.
ગુણગાન, તપસ્વી, વિશિષ્ટ આરાધક સાધુ કે સંઘની વૈયાવચ્ચસેવા કરવાનો તે-તે અધિષ્ઠાયકોને આનંદ આવતો હોય છે. અહીં વૈયાવચ્ચનો અર્થ માત્ર સેવા નહીં, પણ ભક્તિ-પૂજા-શોભા. એમનો પ્રભાવ વધે એવાં કાર્યો કરવાં વગેરે પણ અર્થો સમજી લેવા. જેમ કે અરિહંતોની આઠ પ્રાતિહાર્ય, સમવસરણ આદિથી પૂજા કરી દેવો જબરદસ્ત શાસનસેવા કરે છે. શાસનપ્રભાવનાના નિમિત્ત બને છે. પ્રાયઃ વિશિષ્ટ આરાધક સાધુઓ વગેરે આવા દેવોથી અધિષ્ઠિત બનતા હોય છે, પછી એ દેવો
મન્ત્ર સંસાર સાર...
૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org