________________
ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
દેવી સહાય અનેક તીર્થોના મૂળનાયક પ્રભુની પધરામણીમાં થતી દેવતાઈ ઘટનાઓ, પ્રતિષ્ઠા પછી દહેરાસરમાં રાત્રે નાચગાન-ગીત-સંગીતના અવાજો, છત્રોનું ચાલવું, કેસરવર્ણ જ્યોત વગેરે દેવતાઈ ચમત્કારો આજના દુર્લભ દેવતા-દર્શનના કાળમાં વિસ્મયકારી લાગે તો આશ્ચર્ય નહિ, પણ પૂર્વના કાળમાં તો પુણ્યશાળી પુરુષોત્તમ તીર્થપતિઓની સેવામાં દેવો અવારનવાર આવી સૌની સમક્ષ પોતાની લીલાઓ દેખાડતા હતા. આગમગ્રંથોએ આવા અનેક પ્રસંગોની નોંધ લીધી છે, જે જાણતાં જ શંકા-કુશંકાઓનાં વાદળાંઓ વિલય પામે, અને અનુભવીઓની આગમવાણી અવશ્ય હૈયામાં હરખ સાથે વસી જાય. વિશ્વાસ થતાં અદ્ધર શ્વાસ હેઠો બેસી જાય અને માકડું મન માનતું થઈ જ જાય કે દેવોની પણ એક દિવ્ય દુનિયા હોય છે અને તે દેવો થકી ભૂતમાં ચમત્કારો થયા, આજે થાય છે ને ભાવિમાં પણ થનારા છે.
જો કે સુખ-સવલતોના સંગાથી દેવાત્માઓને મૃત્યુલોકની દુર્ગધીનો ભયંકર ત્રાસ હોય છે, ઉપરાંત પોતાના વિલાસી વાતાવરણ વચ્ચે પરોપકારની બુદ્ધિ પણ ભાગ્યે જ જાગે છે; છતાંય અનેક અગમ્ય કારણોથી
જ્યોતિષ, વ્યંતર, ભુવનપતિ તથા વૈમાનિક દેવો પણ પૃથ્વીને પાવન કરે છે. તે વિવિધ કારણો પૈકી મુખ્ય ચાર કારણો શાસ્ત્રકથિત આ પ્રમાણે છે...
(૧) અતિરાગવશ (૨) અતિ ષવશ (૩) પૂર્વસંકેત પૂર્વક (૪) પરમાત્મભક્તિ તથા શાસનસેવાનાં કારણોથી...
તો ચાલો, આપણે પણ અવલોકન કરીએ શાસનદેવોથી લઈ સામાન્ય સૌ દેવ-દેવેન્દ્રો, ચારેય દેવનિકાય થકી ચારેય કારણોથી કઈ કઈ રીતે અહીં અવતરણ કરી આવે છે. તેવા અનેક પ્રસંગો પૈકી અતિ જૂજા ઘટનાઓ પણ અતિ સંક્ષેપમાં અત્રે રજૂ કરેલ છે, જે સ્વયં નાની-નાની કથા-વાર્તા જેવી પણ સત્યથાઓ છે, જે દ્વારા અતિ દૂરના કાળથી લઈ
મનં સંસાર સાર...
૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org