________________
આ.કલ્યાણસાગરસૂરિજી મ., આ.ગૌતમસાગરસૂરિજી મહારાજ વગેરે મહાપ્રભાવક આચાર્યો થયા. 25 આ.ભ.હરિભદ્રસૂરિજી મહારાજાનો દિવ્ય દૃષ્ટાંત સાંભળવા જેવો
છે. તેમણે દેવી સહાયપૂર્વક ૧૪૪૪ ગ્રંથની રચના કરી. ૧૪૪૪માં ગ્રંથ અંતિમ સમયે રચ્યો ત્યારે ત્રણ ગાથાની રચના કરી ચોથી ગાથા “આમૂલાલોલ ધૂલી બહુલપરિમલા લીઢલોલાલિ માલા” સુધી બોલી શકયા ત્યારબાદ આચાર્યશ્રીના હોશકોશ ઉડી ગયા ત્યારે દેવીએ પ્રત્યક્ષ થઈ ત્યાં રહેલ સકલશ્રી સંઘના શરીરમાં પ્રવેશ કરી અને આ ૪થી ગાથા “ઝંકારારાવ સારા...થી પૂર્ણ કરાવી. આજે પણ તેના અનુકરણરૂપે ચૌદશ વગેરે પ્રતિક્રમણ વખતે શ્રાવકો દ્વારા ઝંકારારાવસારાથી પાઠ મોટેથી સમૂહમાં બોલવામાં આવે છે. 5 આ.પાદલિપ્તસૂરિજી મહારાજા. (જેમના પરથી પાલિતાણાનું નામ પડયું તે) તેઓ મંત્રશક્તિથી પગ પર લેપ કરી દરરોજ સવારે પંચતીર્થ (આબુ, અષ્ટાપદ, ગિરનાર, શત્રુંજય, સમેતશિખર)ની યાત્રા કરતા હતા. ત્યાર બાદજ નવકારશી કરતા. તેમને
આકાશગામીની વિદ્યાની સિદ્ધિ હતી. A5 શત્રુંજય મહાભ્ય ગ્રંથની રચના આ.ધનેશ્વરસૂરિજી મહારાજાએ
ચક્રેશ્વરી માતાની સહાયપૂર્વક કરેલી હતી. A પૂ.યક્ષદત્ત ગણિના શિષ્ય આ.વટેશ્વરસૂરિજી મ. એ “આકાશવપ્ર' નામના
નગરમાં એવું જીનાલય બંધાવ્યું અને એવી અદ્ભુત મંત્રશક્તિથી અંજન
કર્યા કે પ્રભુજીના દર્શન માત્રથી વ્યક્તિનો ક્રોધ શાંત થઈ જતો. 25 ૧૦ વર્ષની ઉંમરે આચાર્યપદ પામનારા આ.પાદલિપ્તસૂરિજી મ.સા.ના શિષ્ય નાગાર્જુને સુવર્ણરસ સિદ્ધ કરીને તે રસના બે કુંભ ભરીને
ઢંકગિરિ અર્થાત્ ઓસમ ડુંગરની ગુફામાં મૂકી રાખ્યા હતા (છે) A1 જીનીવામાં ર૭-૧૧-૧૯૯૪ નાં રોજ વિશ્વનાં તમામ ધર્મગુરૂઓની
થયેલી પરિષદમાં “કયા મંત્રને પ્રધાન્ય આપવું” આ પશ્ન ચર્ચાયો. જેમાં એક મુસ્લીમ મૌલવી આદિ લોકોએ “જૈનોના નવકાર
મહામંત્રનેજ પ્રાધાન્ય આપવા ભારપૂર્વક જણાવ્યું હતું. મન્ત્ર સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org