________________
ભાવિભાવ હોય છે, જે ખુદ દેવેન્દ્રો વગેરે પણ બદલી શકતા નથી - જેમ કે ભગવાન મહાવીર સ્વામી પર ગોશાળાએ તેજોવેશ્યા ફેંકી ત્યારે ત્યાં કરોડો દેવો હાજર હતા, છતાં ભગવાન પર એ ઉપસર્ગ થયો જ. કેમ કે તેવો ભાવિભાવ નિશ્ચિત હતો. તેથી એ અંગે અધિષ્ઠાયકો દોષપાત્ર હોતા નથી.
વળી આ પડતા કાળમાં દુષ્ટ તત્ત્વો અને દુષ્ટ દેવોનું જોર વધ્યું છે. એથી કો'ક પ્રબળ દુષ્ટ દેવના સાંનિધ્યવાળો દુષ્ટ પુરુષ આક્રમણ કરે ત્યારે અધિષ્ઠાયક દેવને પીછેહઠ કરવી પડે છે. અથવા દુષ્ટ કાર્ય કરવા ભેગા થયેલાઓનું સામુદાયિક દુષ્ટ પુણ્ય અને એમને સહાયક બનનારા દુષ્ટ દેવોના સમુદાયનું બળ વધી જાય, ત્યારે એકલવીર અધિષ્ઠાયકને પીછેહઠ કરવી પડે છે. સંઘનું ઓછું પડેલું પુણ્યબળ એ અધિષ્ઠાયકને બળવત્તર બનાવી શકે નહીં. અધિષ્ઠાયક દેવોને દુષ્ટ દેવોનાં ટોળેટોળાં આ રીતે આક્રમણ કરી રહ્યાં હોય, ત્યારે તીર્થરક્ષા આદિ કાર્યો માટે સંઘની આરાધના-પુણ્યબળની ખૂબ અપેક્ષા હોય છે.
જયારે દુર્બળિકા પુષ્પમિત્ર આચાર્ય અને સાતમા નિતંવ ગોષ્ઠામાહિલ વચ્ચે વાદવિવાદ થયો, ત્યારે નિર્ણય કરવા સંઘે શાસનદેવીને યાદ કરી. શાસનદેવીએ કહ્યું હું શ્રી સીમંધરસ્વામીને પૂછી આ બાબતનો નિર્ણય જાણી લાવીશ; પણ વચ્ચે મને દુષ્ટ બળવત્તર દેવો જોડે નહીં, એ માટે સંઘના પુણ્યબળની જરૂર છે. માટે હું જયાં સુધી પાછી ન ફરું ત્યાં સુધી સંઘ કાયોત્સર્ગમાં રહે, જેથી મને બળ મળે.” પછી શાસનદેવી શ્રી સીમંધરસ્વામી પાસેથી જાણેલો સત્યાસત્યનો નિર્ણય શ્રીસંઘને જણાવે છે. દુર્બળિકા પુષ્પમિત્ર સાચા અને ગોષ્ઠામાહિલ ખોટા, એ પછી સંઘે કાયોત્સર્ગ પાર્યો. આમ અધિષ્ઠાયક દેવોને સંઘની આરાધના-સાધનાના પુણ્યની અપેક્ષા પણ રહે છે.
ઘણી વખત ઉગ્ર તપ વગેરે કરી નિયાણું કરી બનેલા દેવની ઉગ્ર તાકાત સામે પણ અધિષ્ઠાયકોનું ન ચાલી શકે. જયારે પાયન તપસ્વીએ દ્વારકાનગર બાળવાનું નિયાણું કરી દેવ બની દ્વારકાને બાળવા માંડી ત્યારે પોતાના હજારો અધિષ્ઠાયક દેવો હોવા છતાં કૃષ્ણ-બળરામ કશું જ કરી
મન્ત્ર સંસાર સાર.
૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org