________________
શકયા નહીં. અરે! માતાપિતાને પણ અગ્નિમાં મરતા બચાવી શકાયા નહીં. આ રીતે કોઈ જૈનધર્મદ્રષી કે તે-તે તીર્થક્વેષી પોતાના તપ, ત્યાગ આદિના બળે દેવ બની ઉપદ્રવ કરે, ત્યારે અધિષ્ઠાયક કશું કરી શકે નહીં.
જ્યારે આશાતના-અવિધિઓ ખૂબ વધી જાય, ત્યારે અધિષ્ઠાયકોનું આકર્ષણ ઘટી જાય છે. એટલું નોંધી રાખવું જોઈએ કે અધિષ્ઠાયકો પોતે પગારદાર નોકર કે ફરજ બજાવનાર તરીકે રહ્યા નથી, પરંતુ ભક્તિભાવે રહ્યા હોય છે. તે તીર્થ કે મંદિરમાં થતી આશાતનાઓથી દૈવી પ્રભાવ ઘટવા માંડે છે અને અધિષ્ઠાયકો એ સ્થાન છોડી જતા હોય છે. અહીં કોઈ પૂછે કે તો અધિષ્ઠાયકો આશાતના કરતાં અટકાવે કેમ નહીં ? એનો જવાબ એ છે કે એ કામ અધિષ્ઠાયકોનું નથી. હા, અધિષ્ઠાયકો કયારેક પોતાની હાજરીમાં અતિ આશાતનાદિ થતાં જુએ તો પ્રભુ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ દંડાત્મક અનુભવ કરાવે. પણ પછી એમની ગેરહાજરીમાં વારંવાર મોટા પ્રમાણમાં આશાતના થતી જાણે ત્યારે ખિન્નતા અનુભવી ઉદાસીન ભાવ ધારણ કરે છે. શ્રી અંતરિક્ષજી તીર્થ વગેરે સ્થાનોએ વારંવાર ભગવાનનાં ચક્ષુ ઉખેડવા વગેરે થતી ઘોર આશાતનાઓથી ખિન્ન બનેલા અધિષ્ઠાયકો ઉદાસીન બન્યા હોય, તેમ સંભવે છે.
વળી એમ પણ બને કે અધિષ્ઠાયક દેવો પોતાનાં કાર્યોમાં વ્યસ્ત હોય, અથવા તીર્થકરોની દેશના સાંભળવા ગયા હોય કે શાશ્વત તીર્થોની યાત્રા કરવા ગયા હોય; એ વખતે તીર્થો પર આપત્તિ આવે. વળી અવધિજ્ઞાનનો ઉપયોગ તો જયારે મૂકે ત્યારે જ શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવે. ભગવાન મહાવીરસ્વામીએ જ્યારે જ્યારે ઉપસર્ગ આવ્યા ત્યારે ત્યારે એમની સેવામાં રહેલો સિદ્ધાર્થ વ્યંતર બહાર રખડવા નીકળી ગયેલો હોય. ઉપસર્ગ પતે પછી એ આવે. આવાં તો ઘણાં કારણો સંભવી શકે છે કે જ્યાં અધિષ્ઠાયક દેવો હોવા છતાં તીર્થાદિ પર આક્રમણ આવે.
એમ પણ નહીં સમજવું કે અધિષ્ઠાયક દેવો આક્રમણ આદિ સામે કશું કરતા નથી. ઘણાં એવાં દૈવિક કે માનવિક આક્રમણો અધિષ્ઠાયકોની જાગૃતિના કારણે આવતાં પહેલાં જ વિખેરાઈ જાય છે. પણ એ બધાની આપણને ખબર નથી પડતી એટલે નોંધ લેવાતી નથી અને તે આક્રમણો મન્ત્ર સંસાર સાર..
૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org