________________
અવાજો ઘણા જૂના માણસોએ સાંભળ્યા છે. દેવતાઓ પ્રભાવક તીર્થમાં આ રીતે ભક્તિ કરવા અચૂક આવતા જ હોય છે. લોકાપવાદથી થતી જિનશાસનની હીલના અટકાવવા અણસણ કરી જીવન ટૂંકાવતા શ્રી અભયદેવસૂરિજીનો કોઢરોગ શાસનદેવીએ દૂર કર્યો હતો. • આર્યરક્ષિતસૂરિ પાસે દેવેન્દ્રના આગમનનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં
મળે છે. મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા રાષ્ટ્રપ્રેમીઓને દેવીઓએ દેખા દઈ સંકેત કરી રાષ્ટ્રરક્ષા કરવાનો ઉપાય સૂચિત કર્યો હતો. વજસ્વામીને આકાશગામિની વિદ્યા તથા વૈક્રિયલબ્ધિ અર્પણ કરી હતી. અષ્ટાપદ પર્વત ઉપર પરમાત્મભક્તિમાં તલ્લીન બનેલા રાવણ સમક્ષ ધરણેન્દ્રદેવ પ્રત્યક્ષ થયા હતા. આબુના મંદિરનિર્માણમાં આવતાં વિદનોને દૂર કરવા મંત્રી વિમળે અમ કરી અંબિકાદેવીનું સાંનિધ્ય મેળવ્યું હતું. શ્રી બપ્પભટ્ટસૂરિજીના સાંનિધ્યમાં સરસ્વતીદેવી હાજરાહજૂર હતાં. ગિરનારતીર્થની માલિકીના વિવાદ પ્રસંગે પણ શ્રી બપ્પભટ્ટસૂરિજીએ અંબિકાનું સાંનિધ્ય મેળવી ગિરનારતીર્થ શ્વેતાંબરોને અપાવ્યું હતું. તક્ષશીલામાં મારી (મરકી)નો ઉપદ્રવ ફાટી નીકળતાં શ્રાવકોને શાસનદેવીની આરાધના કરી તેમને પ્રત્યક્ષ કરી ઉપાય પૂછયો હતો અને નિરુપદ્રવ થયા હતા. “જે વાદમાં હાથ ઊંચો રાખીને વાદ કરશો તેમાં નિશ્ચિત વિજય મેળવશો.” આવું વરદાન આચાર્ય શ્રી શાંતિસૂરિજીને સરસ્વતીદેવીએ આપ્યું હતું. આમ દેવતાઈ સાંનિધ્યમાં આવાં તો ઢગલાબંધ દષ્ટાંતો શાસ્ત્રોમાં મોજૂદ છે.
આજે કાળ પડતો છે. ચારિત્રની વિશુદ્ધિ જોઈએ તેવી રહી નથી. સાચા મંત્રો, આમ્નાયો કે તેના જાણકારો ગોત્યા જડતા નથી. મંદિરોમાં આશાતનાનો પાર નથી. એટલે દેવોની પ્રત્યક્ષ સહાય ન દેખાય તે સહજ મનં સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org