________________
શાસન કે સંઘ ઉપર આવી પડેલી આકસ્મિક આફતોના નિવારણ માટે શાસન દેવતા વગેરેના પ્રણિધાન સહિત કાયોત્સર્ગ-ધ્યાન અને જાપ કરી તેમને હાજર કરવાના ઉલ્લેખો શાસ્ત્રોમાં ઘણા જોવા મળે છે.
આપણી સંપૂર્ણ શક્તિ કામે લગાડયા પછી ખૂટતી પૂરક શક્તિ માટે કરાતી વિનવણી સ્વરૂપ નિઃસ્વાર્થ હાર્દિક પ્રાર્થના દ્વારા અધિષ્ઠાયકો અચુક સહાય કરે છે.
દેવતાઓ પણ ક્યારેક જાગૃત અવસ્થામાં હોય છે તો કયારેક પ્રમાદ અવસ્થામાં, કાયોત્સર્ગ વગેરે આમ્નાયયુક્ત વિધિ સહિતની ક્રિયાના પ્રભાવે પ્રમત્ત દેવતા જાગૃત થઈ સહાય કરવા દોડી આવે છે.
મારી-મરકી વગેરે ઉપદ્રવો દૂર કરવા સંઘે ભેગા મળી કાયોત્સર્ગ દ્વારા શાસનદેવ વગેરેની સહાય મેળવ્યાનાં ઘણાં દૃષ્ટાંતો મોજૂદ છે.
પ્રતિક્રમણમાં શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, ભવનદેવતા આદિનો કાયોત્સર્ગ પાછળનો આશય એ જ છે કે કાયોત્સર્ગના પ્રભાવે તે દેવતાઓ જાગૃત રહી સંઘ-શાસન, તીર્થસ્થાનો, આરાધના સ્થાનો અને આરાધકોની રક્ષા કરતા રહે. દેવવંદનમાં પણ ચોથી થાય દ્વારા, અધિષ્ઠાયકોને યાદ કરાય છે : “વાણિતિયણ સમિણિ સિરિદેવી જખરાય ગણિપિડગા, ગહદિસિપાલ સુરિંદા સયાવિ રખંતુ જિણભત્તે.” સંતિકસૂત્રમાં આવતી આ ગાથામાં કહેવાયું છે કે હે સરસ્વતીદેવી! ત્રિભુવન સ્વામિની દેવી ! યક્ષરાજ ગણીપીટક ! ગ્રહો ! દિગ્ધાલો ! સુરેન્દ્રો ! તમે પરમાત્માના ભક્તોની સદા રક્ષા કરો.
વિશિષ્ટ સાધક આચાર્યો દ્વારા થતાં સંઘનાં કાર્યોમાં પરોક્ષ રીતે પણ દૈવી તત્ત્વોની વિદ્યમાનતા જણાતી હોય છે.
| | ઈતિ શ્રી અધિષ્ઠાયક દેવ પ્રકરણમ્ |
મન્ત્ર સંસાર સારં... Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org