________________
ગુણસ્થાનકે) રહેલા છે, તો તેઓ તેમને પ્રણામ કરે ? તેમને પ્રાર્થના કરે ? પ્રાર્થના કરે તો શુ કરે ?
જવાબ : ગુણવંતતણી ઉપબૃહણા ન કરીએ તો અતિચાર લાગે એવું શાસ્ત્રીય ફરમાન છે. તેથી દેવીદેવતાઓ જયારે શાસનરક્ષાનું અનુપમ કાર્ય કરતાં હોય તો તેમની અનુમોદના પ્રશંસા કરવી જ જોઈએ. આ ગુણથી રંજિત થઈ તેમને પ્રણામ કરવામાં પણ બાધ જણાતો નથી. ટૂંકમાં તેઓ શાસનના રક્ષક છે માટે તેમને માની શકાય. તેઓ ગુણિયલ છે માટે નમી શકાય. મહાત્માઓ જેવી રીતે સમર્થ શ્રાવકોને શાસનની પ્રભાવના કરવાની અને હીલના અટકાવવા માટેની પ્રેરણા કરે છે તેમ દેવી-દેવતાઓને પણ પ્રાર્થના કરી શકે.
“હે અધિષ્ઠાયક દેવતાઓ ! તમે સંઘ-શાસનની રક્ષા કરો. શાસનમાં આવતાં વિઘ્નો-ઉપદ્રવોને દૂર કરો. અમારી રક્ષા કરો, અમારા સંયમમાર્ગમાં આવતાં વિઘ્નોને દૂર કરો. અમને સદા આપનું સાંનિધ્ય હો. સંઘ-શાસનના કાર્યમાં આપ અમને સદા સહાય કરો.” આવી પ્રાર્થના ગૃહસ્થ અને સાધુ બંને દ્વારા થઈ શકે. અને કરવી જ જોઈએ.
સવાલ : અધિષ્ઠાયક દેવતાઓ શું સંઘની રક્ષા ખરેખર કરે છે ? ભક્તજનોને સહાય કરે છે ?
જવાબ : દેવોની સહાય કયારેક પ્રત્યક્ષ હોય તો કયારેક પરોક્ષ. પૂર્વકાળમાં તો પ્રત્યક્ષ સહાય ઘણી થતી હતી, કારણ કાળ સારો હતો. આશાતનાઓ થતી ન હતી. મહાત્માઓનાં ચારિત્ર અત્યંત વિશુદ્ધ હતાં. મંત્રબળો, મંત્રોના જાણકારો તથા મંત્રના સાચા આમ્નાયો વિદ્યમાન હતાં, એટલે મંત્ર-તંત્ર-વિદ્યા-ધ્યાન-જાપ વગેરે દ્વારા દેવતાઓને અચૂક ખેંચાઈ આવવું પડતું અને આચાર્યાદિ પુણ્યાત્માઓની આજ્ઞા મુજબનાં કાર્યો કરવા પડતાં, જેમકે
• કૃષ્ણવાસુદેવને પદ્માવતીએ પ્રગટ થઈ પાર્શ્વનાથ પ્રભુનું બિંબ આપ્યું
હતું.
♦ શ્રીપાળ-મયણા પાસે ચકેશ્વરી દેવી હાજર થયાં હતાં.
• જૂનાં દેરાસરોમાં મંદિર માંગલિક થયા બાદ ઘંટાનાદ અને રાસડાના
૪૬
મન્ત્ર સંસાર સારું...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org