________________
અથવા તો પાયમાલ કરી દે છે.
છીછરી વૃત્તિના ધારક આ દેવો બહુસંખ્યક હોય છે. બહુધા મિથ્યાત્વી હોય છે. દેવલોકમાં તેમનાં સ્થાનો પણ નિયત હોતાં નથી. બલબાકળાથી ખુશ થનાર સ્વાર્થપરાયણ હોય છે. સ્વપૂજાના આકાંક્ષી હોય છે, અધર્મપ્રેમી અને ધર્મષી હોય છે. આ થઈ હલકા દેવોની વાત. વાસ્તવમાં તેમને અધિષ્ઠાયક દેવ ન કહેવાય, ઉપચારથી કહેવાય.
હવે સાત્ત્વિક અધિષ્ઠાયકો વિચારીએ. ચોવીશ તીર્થકરનાં યક્ષયક્ષિણીઓ તથા શાસનભક્ત-શાસનરક્ષક દેવીદેવતાઓને સાચા અર્થમાં અધિષ્ઠાયક દેવો કહેવાય.
પૂર્વભવમાં સંઘ-શાસન કે તે તે પરમાત્મા પ્રત્યે ગાઢ પ્રીતિ અને ગાઢ પ્રેમના સંસ્કાર ઊભા કર્યા હોય છે તેના પ્રભાવે તે તે સ્થાનના અધિષ્ઠાતા બને છે.
તેઓ નિયમા પરમાત્માના ભકત અને સમકિતી હોય છે. પરમાત્માની ભક્તિ કરનારાઓને સહાય કરવામાં પોતાની ફરજ સમજતા હોય છે. પરમાત્માની સામે પડનાર પ્રત્યનિકોને પછાડવામાં કે સીધા કરવામાં તેઓ પાછી પાની કરતા નથી.
હલકા દેવો માલિકીપણાનો ભાવ પ્રસ્થાપિત કરતા હોય છે. જયારે સાત્ત્વિક દેવો સહાયકપણાનો ભાવ પ્રસ્થાપિત કરે છે.
હલકા દેવોની બહુમતી છે. સાત્વિક દેવો પ્રમાણમાં ઘણા ઓછા છે. હલકા દેવો પાસે દુષ્ટ આસુરી શક્તિ છે. ભક્ત દેવો સાત્ત્વિક દેવી શક્તિના સ્વામી છે. હલકા દેવો દુષ્ટતા અને અસત્યનો વિજય કરાવવાના શોખીન હોય છે. અધિષ્ઠાયકો સત્ય અને સૌજન્યતાના પ્રેમી છે. મિથ્યાત્વી દેવો ભોગરસિક હોય છે; જયારે સમકિતી દેવો ભકિતરસિક હોય છે.
- મિથ્યાત્વી દેવો સારા કાર્યમાં વિદનો નાખનારા હોય છે. તેમનું જોર પણ વધુ હોય છે. અધર્મની વૃદ્ધિ અને ધર્મની હાનિ કરવાના રસવાળા અને ખરાબ વૃત્તિ-પ્રવૃત્તિવાળા હોય છે.
ઊંચા ખાનદાન સમ્યગૃષ્ટિ દેવો ધર્મની વૃદ્ધિ કરનારા, ભક્તજનોનાં વિદન હરનારા, સારા કાર્યમાં મદદ કરનારા અને શુભ પ્રવૃત્તિના પ્રેરક હોય છે. મન્ત્ર સંસાર સાર...
૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org