________________
પ્રતિક તરીકે વર્તુળાકારનાં, બંગડી આકારનાં વલયો બતાવ્યાં છે, જે અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રનું સૂચન કરે છે; જયારે ચોરસ સ્વરૂપ લોકના આકારમાં ચારે બાજુ બતાવેલા દરવાજા દ્વારા કેવળજ્ઞાનનો પ્રકાશ અલોકમાં પણ પ્રસરે છે, એનું સૂચન થાય છે. - આ રીતે શ્રીયંત્રમાં જૈન તત્ત્વજ્ઞાન પણ સમાયેલું છે અને ઉપર બતાવ્યું તે પ્રમાણે ચિંતન-ધ્યાન કરતાં મનુષ્ય માત્રનાં અશુભ કર્મોનો ક્ષય થાય છે અને આત્મિક-આધ્યાત્મિક સંપત્તિની સાથે સાથે ઐહિક અને પારલૌકિક સુખ-સંપત્તિ તથા મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
ભારતીય પરંપરા અને જૈન પરંપરામાં સેકંડો જાતના ભિન્ન ભિન્ન દેવી-દેવતાઓના આરાધના-સાધનાને અનુલક્ષીને મંત્રો પ્રાચીન સાહિત્યમાં બતાવવામાં આવ્યા છે. પૂર્વે બતાવ્યું તેમ જો ટોનોસ્કોપ અથવા ઈલેકટ્રોનિક વાઈબ્રેશન ફિલ્ડવાળું આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણ અને તેનું સંચાલન કરનાર-પ્રયોગકર્તા યોગ્ય સંશોધક મળી જાય તો તે દરેક મંત્રોનાં યંત્રોનું સાચું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય અને તે રીતે મંત્રવિજ્ઞાન ઉપરના સંશોધનની એક નવી જ દિશા ખૂલી જાય.
આમ, યંત્ર-મંત્ર-તંત્ર આપણી પ્રાચીન વિદ્યાનો અપૂર્વ વારસો છે, એટલું જ નહિ પણ આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ પણ મનુષ્ય અને સજીવ સૃષ્ટિ જ નહિ બલ્ક જડ એવા પુદ્ગલ ઉપર પણ તેની અપૂર્વ અથવા વિશિષ્ટ કહી શકાય તેવી અસરો થાય છે.
ઈતિ શ્રી મંત્ર વિજ્ઞાન પ્રકરણમ્ |
૪૧
મન્ત્ર સંસાર સારં... Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org