________________
શક્તિ અથવા અગ્નિ અને જળ અથવા પુરુષ અને પ્રકૃતિના સંયોજન દ્વારા ઉત્પન્ન થનાર મૂળભૂત સૂક્ષ્મ-માનસ તત્ત્વો-માયા, કળા, વિદ્યા, રાગ, કાળ, નિયતિ.
પુરુષ અને પ્રકૃતિના સંયોજનથી ઉત્પન્ન થતા ભૌતિક તત્ત્વોસત્ત્વગુણમાંથી ૧. બુદ્ધિ ૨. અહંકાર અને ૩. વિચારશક્તિ (મગજ) ઉત્પન્ન થાય છે; રજોગુણમાંથી પાંચ ઈન્દ્રિય ૧. સ્પર્શનેન્દ્રિય ૨. રસનેન્દ્રિય ૩. ધ્રાણેન્દ્રિય ૪. ચક્ષુરિન્દ્રિય ૫. શ્રોતેન્દ્રિય તથા પાંચ અંગ ૧. હાથ ૨. પગ ૩. મુખ ૪. પેટ (કુક્ષિ) ૫. જનનાંગ ઉત્પન્ન થાય છે. તમો ગુણમાંથી સ્થૂલ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ તથા સૂક્ષ્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ ઉત્પન્ન થાય છે. આ થયું અર્થધટન.
મંત્ર-યંત્ર વિદ્યાના નિષ્ણાતો, શક્તિના ઉપાસકો આ જ શ્રીયંત્રમાં વિવિધ પ્રકારની શક્તિઓ તથા દેવીઓનો વાસ હોવાનું જણાવે છે. તે શક્તિઓ અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ વગેરે આઠ છે. જયારે દેવીઓ બ્રાહ્મી, માહેશ્વરી, વેષ્ણવી, ચામુંડા, મહાલક્ષ્મી વગેરે આઠ છે. અને વચ્ચેના આઠ ત્રિકોણમાં હોય છે તેને સર્વરોગહરચક્ર કહે છે. આ જ શ્રીયંત્રને ત્રિપુરાસુંદરી નામની દેવીનું યંત્ર કહે છે.
શ્રીયંત્રની અંદરથી બીજી હરોળ-વલયના સર્વરક્ષાકરચક્રના દશ ત્રિકોણ દશ મહાવિદ્યાનું સૂચન કરે છે, તો ત્રીજી હરોળ-વલયના સર્વાર્થસાધકચક્રના દશ ત્રિકોણ દશ પ્રાણોનાં પ્રતીક છે. સૌથી બહારની તરફ આવેલા ચૌદ ત્રિકોણના ચક્રને સર્વસૌભાગ્યદાયક ચક્ર કહે છે. શ્રીયંત્રની સૌથી મધ્યમાં આવેલ ત્રિકોણમાં જે બિંદુ છે, તેમાં મહાત્રિપુરાસુંદરી અથવા મહાલક્ષ્મી નિવાસ કરે છે.
યોગવિદ્યાના નિષ્ણાતો શ્રીયંત્રને સૂક્ષ્મ શરીરમાં આવેલ ષકમૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર, મણિપુરચક્ર, અનાહતચક્ર, વિશુદ્ધિચક્ર અને આજ્ઞાચક્ર સાથે સરખાવે છે. વચ્ચે આવેલ મહાબિંદુને મસ્તકની ઉપર, ભૌતિક શરીરીની બહાર આવેલ સહસ્ત્રાધાર સાથે સરખાવે છે.
આ સંકેત ચિતોને જેન તત્ત્વજ્ઞાન સાથે નીચે પ્રમાણે સાંકળી શકાય. ૩૮
મન્ત્ર સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org