________________
આ જ રીતે અન્ય ગ્રહો માટેનાં પણ યંત્રો બતાવવામાં આવ્યાં છે. આ સિવાય અન્ય પ્રકારે પણ યંત્રો બની શકે છે, પરંતુ તે દરેકનું ફળ તથા અસરો જુદી જુદી હોય છે. અને તે એક સંશોધનનો વિષય છે.
આ રીતે વિવિધ પ્રકારનાં આંકડાકીય યંત્રોમાં વિવિધ પ્રકારની ગૂઢ શક્તિઓ રહેલી હોય છે.
જૈન પરંપરામાં પણ બંને પ્રકારનાં યંત્રો મળે છે. મંત્ર સાથે સંબંધિત યંત્રોમાં શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર, શ્રી ઋષિમંડળ યંત્ર, શ્રી વર્ધમાન વિદ્યા યંત્રપટ, શ્રી સૂરિમંત્ર યંત્રપટ, શ્રી પદ્માવતી યંત્ર, શ્રી વૈરોટયા દેવી યંત્ર, શ્રી ઘંટાકર્ણ મહાવીર યંત્ર, શ્રી ગૌતમસ્વામી યંત્ર, શ્રી લબ્ધિપદ યંત્ર, શ્રી માણિભદ્ર દેવ યંત્ર વગેરે અનેક પ્રકારનાં યંત્રો છે. તો સંખ્યા સાથે સંબંધ ધરાવતાં યંત્રો પણ જૈન પરંપરામાં મળે છે. તેમાં ખાસ કરીને શ્રી તિજયપહત્ત સ્તોત્ર સંબંધી એકસોસિત્તેરિયો/સર્વતોભદ્ર યંત્ર, ચોવીશ જિનેશ્વર સંબંધી પાંસઠિયા યંત્ર અને નવપદ સંબંધી પંદરિયા યંત્રો વગેરે પ્રાપ્ત થાય છે.
ક્યારેક સાંપ્રદાયિક મંત્ર-યંત્રની પરંપરાથી અજ્ઞાત લેખક કે સંશોધક મંત્ર કે યંત્રમાં રહેલ અક્ષરો અથવા યંત્રની પદ્ધતિને બરાબર સમજી ન શકવાનું પણ બને છે. દા.ત. YANTRA'પુસ્તકમાં જૈન પરંપરાનું સૂરિમંત્ર સંબંધિત લબ્ધિપદ યંત્ર પ્રકાશિત થયેલ છે. તેમાં લબ્ધિપદોના મંત્રો પ્રાકૃત ભાષામાં આપેલા છે. એટલું જ નહિ પણ તે દરેક પદના અક્ષરોનો ક્રમ પણ ઊલટો આપવામાં આવ્યો છે. દા.ત. “ૐ નમો જિણાણે ૧” પદને ૧. ણં ણા જિ મો ન ૐ” સ્વરૂપમાં લખ્યું છે. આ બધાં જ પદો સૂરિમંત્રમાં આવે છે. અલબત્ત, આ યંત્ર ઓછામાં ઓછું ૨૦૦-૨૫૦ વર્ષ પૂર્વે આલેખાયેલું છે. આવાં યંત્રોમાં કયારેક સાધકનું નામ અથવા જેના માટે એ યંત્ર બનાવવામાં આવ્યું હોય છે, તેનું નામ પણ લખવામાં આવે છે. ઉપર્યુક્ત યંત્રમાં વચ્ચે “ન્યા રા શ’ એવું નામ લખેલ છે. તેના આધારે લેખકે આખા ય યંત્રને કન્યાનું ઘ' (Kalyana chakra) અર્થાત્ Wheel of Fortune કહ્યું છે.
આ જ યંત્ર સૂરિમંત્ર સંબંધિત “સૂરિમંત્ર કલ્પ સમુચ્ચય'માં નવું બનાવીને આપવામાં આવ્યું છે. તેમાં અક્ષરોનો ક્રમ સૂલટો છે.
મન્ત્ર સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org