________________
માને છે. અલબત્ત, આમાં અત્યારે થોડું પરિવર્તન આવ્યું છે અને મંત્રયંત્ર-તંત્રને સાવ ખોટાં માનનાર વર્ગ ધીરે ધીરે પરંતુ નક્કર સ્વરૂપે મંત્ર-યંત્ર-તંત્રનો સ્વીકાર કરવા તૈયાર થયો છે.
વસ્તુતઃ તેમની માન્યતાનો આધાર મંત્ર-યંત્ર-તંત્રની વૈજ્ઞાનિક સાબિતીઓ જ છે. અત્યારે પશ્ચિમના દેશોમાં મંત્ર-યંત્ર-તંત્ર વિષે વિશિષ્ટ કહી શકાય તેવું સંશોધન ચાલે છે. વિભિન્ન પુસ્તકો દ્વારા મંત્ર-યંત્રતંત્રનાં રહસ્યો વૈજ્ઞાનિક પ્રદ્ધતિઓ રજૂ કરવામાં આવે છે.
યંત્ર, એ મંત્રમાં રહેલા અક્ષરોના સંયોજન દ્વારા બનેલા શબ્દોના ધ્વનિનું આકૃતિ સ્વરૂપ છે. હમણાં ઈગ્લેન્ડથી પ્રકાશિત એક અંગ્રેજી પુસ્તક “Yantra' જોવા મળ્યું. આ પુસ્તકમાં રોનાલ્ડ નામેથ નામના એક વિજ્ઞાનીએ એક વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા ઈલેકટ્રોનિક વાઈબ્રેશન ફિલ્ડ (Electronic Vibration Field) ziel sladu zari taft 4212 કર્યો અને તે ધ્વનિનું શ્રીયંત્રની આકૃતિમાં રૂપાંતર થઈ ગયું, તેનું સ્થિર ચિત્ર આપવામાં આવ્યું છે.
એનો અર્થ એ થયો કે શ્રીયંત્ર એ શ્રીસૂક્તનું આકૃતિ સ્વરૂપ જ છે. જે રીતે ગ્રામોફોનની રેકર્ડમાં ધ્વનિને મુદ્રિત કરવામાં આવે છે તે જ રીતે કોઈપણ મંત્ર, જો ઉપર દર્શાવેલ સાધનમાંથી પસાર કરવામાં આવે તો તેનું આકૃતિ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે છે. વળી ગ્રામોફોનની રેકર્ડમાંથી પુનઃ ધ્વનિ પ્રાપ્ત કરી શકાય છે, તેમ મંત્રાકૃતિમાંથી મંત્ર પણ પ્રાપ્ત કરી શકાય છે, તેમ કેટલાકનું માનવું છે. વળી જે રીતે આધુનિક વિજ્ઞાન પ્રમાણે શક્તિનું પુદ્ગલમાં (દ્રવ્યકણોમાં) અને દ્રવ્યકણો (પુદ્ગલ)નું શક્તિમાં રૂપાંતર થાય છે, તેમ યંત્રનું મંત્રમાં અને મંત્રનું યંત્રમાં રૂપાંતર શકય છે અને માટે જ યંત્રના સ્થાને મંત્ર તથા મંત્રના સ્થાને યંત્ર મૂકી શકાય છે.
પ્રાચીન કાળના મહાપુરુષો પોતે જે મંત્રની આરાધના-સાધના કરતા હશે, તે મંત્રોનું આકૃતિ સ્વરૂપ અર્થાત્ યંત્ર સ્વરૂપ તેઓએ પોતાની દિવ્યદૃષ્ટિથી જોયું હશે અથવા તે મંત્રના અધિષ્ઠાયક દેવોએ પ્રસન્ન થઈ તે મંત્રોનું યંત્ર સ્વરૂપ તે તે સાધકોને બતાવ્યું હશે. ત્યારબાદ તે સાધકોએ તે સ્વરૂપને ભોજપત્ર, તાડપત્ર વગેરે ઉપર લેખન સામગ્રી દ્વારા રેખાંકિત ૩૨
મન્ને સંસાર સાર....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org