________________
અત્યારે ઉપલબ્ધ નથી, વિચ્છેદ ગયેલ છે. આમ છતાં તેમાં ૧૪ પૂર્વ અગત્યનાં હતાં. એ ૧૪ પૂર્વમાં વિદ્યા પ્રવાદ નામે એક પૂર્વ હતું. આ પૂર્વ સંપૂર્ણપણે તેના નામ પ્રમાણે મંત્રવિદ્યાનો અખૂટ ભંડાર હતો.
જૈનાચાર્ય માટે સૂરિમંત્રની આરાધના-સાધના મુખ્ય-આવશ્યક માનવામાં આવે છે. આ સૂરિમંત્રમાં મુખ્યત્વે અનંતલબ્ધિના ધારક ગણધર શ્રી ગૌતમસ્વામીની આરાધના કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી વગેરે સર્વ ગણધરો જેઓ દ્વાદશાંગીના રચિયતા છે તથા ચૌદ પૂર્વના ધારક સર્વ આચાર્ય ભગવંતોને શ્રુતકેવલી કહેવામાં આવે છે અને તેઓનું એક વિશેષણ ‘સવ્વક્સરસન્નિવાઈણ’ અર્થાત્ ‘બધા જ અક્ષરોના વિવિધ પ્રકારના સર્વ સંયોગોથી બનનાર સર્વ વિદ્યાઓના જાણકાર' છે.
આ સૂરિમંત્રમાં શ્રી ગૌતમસ્વામી સિવાય શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, માનુષોત્તર પર્વતનિવાસિની ત્રિભુવનસ્વામિની દેવી, લક્ષ્મીદેવી અર્થાત્ શ્રીદેવી, શ્રીયક્ષરાજ ગણિપિટક તથા ૨૪ તીર્થંકર ભગવંતોના શાસન-અધિષ્ઠાયક દેવ-દેવી અર્થાત્ યક્ષ-યક્ષિણીઓ, ૬૪ ઈન્દ્ર, નવ નિધાનના અધિપતિ, ૧૬ વિદ્યાદેવીઓ, નવ ગ્રહ વગેરેની પણ આરાધના કરવામાં આવે છે. આ આરાધના કરનાર આચાર્યો મહાન પ્રભાવક બને છે, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. વળી આચાર્યોએ જિનશાસનનું સુકાન સંભાળવાનું હોવાથી જિનશાસન ઉપર આવનારી આફતોનું નિવારણ કરવાનું સામર્થ્ય કેળવવું જરૂરી હોવાથી, આ મંત્રસાધના દ્વારા તેઓને દેવોની સહાય અને સાંનિધ્ય પ્રાપ્ત થાય છે.
અત્યારે આપણા સમાજનો એક વર્ગ એવો છે કે જે મંત્રયંત્ર-તંત્રમાં જ રચ્યોપચ્યો રહે છે અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી તેનો લાભ ઉઠાવ્યા કરે છે. તો બીજો વર્ગ એવો છે કે જે મંત્રયંત્ર-તંત્રને સાવ ખોટાં માને છે. મંત્રવિજ્ઞાનને ઘણા લોકો સમજતા નથી. તેની ઠઠ્ઠા-મશ્કરી કરે છે, ઠેકડી ઉડાવે છે, ગપગોળાવહેમ કહે છે. શબ્દ-ધ્વનિની શક્તિ કેટલી છે, તેની તેમને ખબર નથી હોતી એટલે મંત્રવિજ્ઞાનમાં માનનારા લોકોને મૂર્ખ-પછાત ગણે છે, ઉતારી પાડે છે. અત્યાર સુધી આ બંને વર્ગ પોતે પોતાની માન્યતાને જ સાચી
મન્ત્ર સંસાર સારું...
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org