________________
કર્યું હશે અને તે પરંપરાએ આપણી પાસે આવ્યું છે, તેમ લાગે છે.
વસ્તુતઃ યંત્ર એ એક પ્રકારનું વિવિધ ભૌમિતિક આકૃતિઓનું સંયોજન છે. જેમ જુદાં જુદાં વ્યંજનો તથા સ્વરોના સંયોજન દ્વારા મંત્રો બને છે, તે જ રીતે વિવિધ પ્રકારની ભૌમિતિક આકૃતિઓના સંયોજન દ્વારા વિવિધ પ્રકારનાં યંત્રો બને છે. પ્રત્યેક યંત્રના અધિષ્ઠાયક દેવ અથવા દેવી હોય છે. દેવ-દેવીનું સ્વરૂપ અથવા નામ બદલાતાં તેના મંત્ર તથા યંત્ર પણ બદલાય છે. સામાન્ય સંયોગોમાં આ બધાં જ મંત્રો તથા યંત્રો માત્ર પૌગલિક સ્વરૂપમાં અર્થાત્ જડ, ચૈતન્યરહિત હોય છે. તેમને ચેતનવંતાં બનાવવાની વિશિષ્ટ પ્રક્રિયાઓ હોય છે. યંત્રોને તેના મૂળ મંત્રો દ્વારા ચેતનવંતાં બનાવી શકાય છે. તો મંત્રોને ચેતનવંતા બનાવવા માટે વર્ણમાતૃકા દ્વારા સંપુટ કરવામાં આવે છે. અને તે રીતે સંપુટ કરેલ મંત્ર ૧૦૮ વખત ગણ્યા બાદ ચેતનવંત બની જાય છે. તે સિવાય મંત્રોને ચૈતન્યયુક્ત કરવા માટેની બીજી પદ્ધતિઓ-પ્રક્રિયાઓ પણ આ પુસ્તકમાં આપવામાં આવી છે.
યંત્રોને સિદ્ધ કરવામાં આવે છે અને પ્રભુપ્રતિમા અથવા દેવ-દેવીની પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ વિધિ ઉત્તમ પ્રકારના મંત્રોથી તેના અધિકારી આચાર્યો જ કરી શકે છે. મંત્રધ્વનિથી ઉત્પન્ન થયેલા વિશિષ્ટ તરંગો દ્વારા આચાર્ય પોતાનો પ્રાણ પ્રતિમામાં ક્ષણાર્ધ માટે પણ આરોપિત કરી દે છે. ત્યાર પછી એ પ્રતિમા માત્ર નિર્જીવ પથ્થરનો ટુકડો ન રહેતાં સાક્ષાત્ પ્રભુતુલ્ય બની જાય છે કારણ કે તેમાં રહેલ મૂલાકૃતીય આકાશ ધ્વનિતરંગોથી અખૂટ ઉર્જાનો ભંડાર બની જાય છે. તેની સાધના-આરાધના કરનારને પરમાત્મા-પરમતત્ત્વ સાથે સંબંધ થઈ શકે છે.
જૈન પરંપરામાં ૧૦૦ વર્ષ કરતાં વધુ પ્રાચીન કોઈપણ પ્રતિમાને અચિંત્ય પ્રભાવશાળી માનવામાં આવે છે. કારણ કે ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય દરમ્યાન ઘણા ઘણા સાધક આત્માઓ દ્વારા વિભિન્ન મંત્રો અને સદ્ભાવના દ્વારા તેની પૂજા થઈ હોવાથી, એ મંત્રોના ધ્વનિતરંગોએ એ પ્રતિમામાં અખૂટ ઉર્જાનો ભંડાર ભરી દીધો હોય છે અને તેનાથી મન્ત્ર સંસાર સાર...
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org