________________
રાજા, સેનાપતિ વગેરે જાણતા હતા.
આમ ભારતીય પરંપરામાં મંત્રવિદ્યા ખૂબ જ પ્રાચીન હોવાનું જણાય છે. ભારતમાં જ જન્મેલ અને ભારતમાં જ વિકાસ પામેલ મંત્ર, યંત્ર, તંત્રની વિભિન્ન પરંપરાઓમાં (૧) બ્રાહ્મણ (હિન્દુ) (૨) બૌદ્ધ અને (૩) જૈન મુખ્ય છે. બ્રાહ્મણ-હિન્દુ પરંપરાના ત્રણ પેટા વિભાગ છે. (૧) વૈષ્ણવ (૨) શૈવ અને (૩) શાક્ત.
તેમાં જૈન મંત્ર-યંત્ર-તંત્રની પંરપરા પણ ખુબ જ પ્રાચીન છે. શ્રી સંઘદાસ ગણિ વિરચિત એક ગ્રંથ જે ઈ.સ.ની પાંચમી સદીમાં રચાયેલો માનવામાં આવે છે જે આજે પણ અમારા સંગ્રહમાં ઉપલબ્ધ છે. તેમાં મળતા સંદર્ભો અનુસાર આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુએ પ્રવ્રજ્યા અંગીકાર કરી ત્યારે તેઓએ પોતાની સઘળી સંપત્તિ તથા રાજ્ય પોતાના પુત્ર-પૌત્રાદિને વહેંચી દીધાં. તે સમયે તેમના બે પુત્ર ક્ચ્છ અને મહાકચ્છના બે પુત્રો નમિ અને વિનમિ બહાર ગયેલ હોવાથી તેમને કાંઈ આપ્યું નહોતું. નમિ અને વિનમિ પાછા આવ્યા ત્યારે સઘળો વૃત્તાંત જાણી, પ્રભુ પાસે પોતાનો ભાગ માગવા ગયા; પરંતુ પ્રભુ મૌન અને ધ્યાનસ્થ રહેતા હોવાથી તેઓની સેવા કરવા લાગ્યા. એક વખત નાગરાજ ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા ગયા ત્યારે નમિ-વિનમિની સેવાથી પ્રસન્ન થઈ કહ્યું, ‘‘પ્રભુ તો ત્યાગી છે. હવે એમની પાસે આપવા જેવું કશું નથી. પણ પ્રભુની તમોએ કરેલ ભક્તિથી પ્રસન્ન થઈ, હું તમોને ૪૮,૦૦૦ વિદ્યાઓ આપું છું.’ આ પ્રમાણે કહી, વિદ્યાઓ આપી તેઓને વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિ અને દક્ષિણ શ્રેણિમાં વિદ્યાધરોનાં નગરો વસાવી ત્યાંનું સુકાન-રાજ્ય સોંપ્યું અને તેઓ વિદ્યાધર કહેવાયા.'' તેઓનું કુળ પણ વિદ્યાધર કુળ કહેવાયું. પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું. તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે. આ પ્રમાણે મંત્ર વિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક કોડાકોડી સાગરોપમ વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે.
જૈન આગમ પરંપરામાં દ્વાદશાંગી-બાર અંગને મુખ્ય માનવામાં આવે છે. તેમાં પણ બારમું અંગ દષ્ટિવાદ સૌથી વિશિષ્ટ છે. અલબત્ત આ અંગ
૩૦
મન્ત્ર સંસાર સારું...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org