________________
અને તેને હળવું બનાવવાનું બળ મેળવે છે.
આપણા પ્રાચીન મહર્ષિઓએ આપણાં દુઃખ દૂર કરવા અને સુખની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની મંત્ર, યંત્ર અને તંત્ર વિદ્યાઓ આપી છે. આ રીતે મંત્ર, યંત્ર, તંત્ર, ઔષધિ વગેરે માધ્યમ દ્વારા આપણે આપણાં અશુભ કર્મોને હળવાં કરી શકીએ છીએ અથવા તો સંપૂર્ણપણે દૂર પણ કરી શકીએ છીએ. કયારેક તો શુભ નિમિત્ત અને શુભ ભાવ આવી જાય તો અશુભ કર્મનું શુભ કર્મમાં પરિવર્તન પણ થઈ જાય છે.
અલબત્ત, એ સાથે બીજી પણ વાત કરવી જોઈએ કે આવા મહાપુરુષો આવી અત્યંત મહત્ત્વની વિદ્યાઓ યોગ્ય પાત્ર જોઈને જ આપતા હોય છે અને જયારે યોગ્ય પાત્રનો અભાવ જ હોય તો, તે વિદ્યા તે મહાપુરુષોના અવસાન બાદ માત્ર દંતકથા સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતી હોય છે.
ભારતીય પ્રાચીન સાહિત્યમાં આવી અનેક મંત્ર, યંત્ર અને તંત્રની પરંપરા ચાલી આવે છે અને તેના સંબંધી ઘણી ઘણી હસ્તલિખિત પ્રતિઓ પણ પ્રાપ્ત થાય છે. અલબત્ત આ પ્રતિઓમાં મંત્રસાધના કે યંત્રસાધના કે તંત્રની સંપૂર્ણ વિધિ-આમ્નાય આપવામાં આવેલ હોવા છતાં તે પ્રમાણે કરવાથી મંત્ર, યંત્ર કે તંત્રની સિદ્ધિ થઈ શકતી નથી કારણકે એ આવી અત્યંત ગોપનીય વિધિઓમાં તેઓએ એક અથવા બે મહત્ત્વની કડીઓ ગુપ્ત રાખી હોય છે અને તે કડી પોતાના શિષ્ય અથવા કોઈપણ અન્ય યોગ્ય મનુષ્ય દેખાય તો, તેને જ તેઓ બતાવતા હોય છે. એટલે આવા મંત્ર, યંત્ર અને તંત્ર સંબંધિત પ્રકાશિત પુસ્તકોમાં બતાવેલ વિધિ-આમ્નાય પ્રમાણે વિધિ કરવા છતાં તેનું યોગ્ય-ઈચ્છિત ફળ મળતું નથી.
આ અંગે શ્રી કરણીદાન સેઠિયા તેમના પુસ્તક “મંત્રવિદ્યા'ની પ્રસ્તાવનામાં લખે છે કે “મંત્ર સંબંધી સાહિત્યમાં સૌથી મોટી મુશ્કેલી ચાવીની છે.” પ્રાચીન અનુભવી ઋષિ-મુનિઓએ મંત્ર લખ્યા છે, તંત્ર લખ્યા છે, પરંતુ તેમાં કોઈકમાં અગત્યના અક્ષર છોડી દીધા છે, કોઈકમાં વિધિ બતાવી નથી તો કોઈકમાં તેના સંબંધી મંત્રનો ઉલ્લેખ કર્યો હોય પરંતુ યંત્ર બતાવ્યું હોતું નથી.
પાંચેક વર્ષ પહેલાં મારી પાસે પ્રાચીન હસ્તપ્રતમાં સંગૃહીત : મનં સંસાર સાર...
૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org