________________
જૈનો જેઓ ચોથા તથા પાંચમા ગુણસ્થાનકમાં છે અને જેઓ મુક્તિસુખની ઈચ્છા સાથે હજુ સંસારિક જડ સુખો ભોગવવાની ઈચ્છા સાથે લક્ષ્મી
સ્ત્રી-પુત્રાદિક વગેરેની ઈચ્છા કરે છે અને તેની પ્રાપ્તિ માટે શાશનદેવોની આરાધના પણ કરે છે તો તે કંઈ જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ વર્તતા નથી. - શ્રી સર્વજ્ઞ ભગવંતે પ્રથમ તો મિથ્યાત્વ ગુણસ્થાનક જ કીધું છે. મિથ્યાત્વ છે તેમાંથીજ સમ્યક્ત્વમાં જવાનો માર્ગ ખુલ્લો છે. તેથી મિથ્યાત્વ ગુણસ્થાન ગણાય છે, તેવી જ રીતે કોઈ પદ્ગલીક ઈચ્છા ખાતર કોઈ તીર્થ સ્થળ જનારા ત્યાંથી ઉચ્ચ શિક્ષણ વર્તન પાળવાના અનુભવને પ્રાપ્ત કરે છે. માટે અધિષ્ઠાયક દેવ-દેવીઓની નિંદા કરનારાઓએ સત્યજ્ઞાન તથા લોકોની ધર્મ પામવાની પદ્ધતીનો ખાસ અનુભવ કરવો જોઈએ કે જેથી લોકો જૈન શાસ્ત્રોની વિરુદ્ધ પ્રરૂપણાના ભાગીદાર ન બને.
આપણા જૈનોમાં પણ કેટલાકો રશીયન બોલ્શવીકો (સામ્યવાદ) જેવી વિચારધારા ધરાવતા થયા છે. આ લોકો આપણા ધર્મનો તથા ધર્મમાં પણ સંસ્કૃતિ હોય તે સંસ્કૃતિનો નાશ કરવા ઈચ્છા ધરાવે છે. તેમાં ખાસ દાદા ભગવાન, શ્રીમદ્, રાકેશભાઈજી, કાનજી સ્વામી વગેરે. સાધુઓની ત્યાગીઓની સંસ્થાને નાશ કરવાનો આ લોકોનો ઈરાદો છે આંમાંથી કેટલાક પશ્ચાત્ય શિક્ષણ પામેલા હોઈ જૈન ધર્મમાં કલ્પત ભાગ વધી ગયો હોવાની વાતો કરે છે. આ લોકો જૈન શાસ્ત્રો તથા પરંપરાઓથી અજ્ઞાત એવા કેટલાક ભોળા જેનોને પોતાના પક્ષમાં ખેંચી લે છે અને આવા ભોળા લોકો પોતાના પગ પર કુહાડો મારે છે અને બને ભ્રષ્ટ થાય છે. આવા લોકોનો વિશ્વાસ કરશો તો ઠગાશો.
“ઈતિ શ્રી મંત્ર મહિમા પ્રકરણમ્”
મન્ત્ર સંસાર સાર...
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org