________________
કેટલાક ભાગોને આજે પશ્ચાત્ય દેશો એવં આધુનિક વિજ્ઞાને સ્વીકાર્યો છે. આજે રેકી વગેરેનો તથા હીલીંગ વગેરેનો પશ્ચીમના દેશોમાં ખુબજ ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં શ્રદ્ધા, સંકલ્પબળ, શુભભાવના આદિથી મનુષ્ય દેવની માફક ચમત્કાર કરી બતાવે છે તેમ જણાવ્યું છે. તે વિદ્યાનો અમોએ પણ પ્રયોગ-અનુભવ કર્યો છે. તેથી મનુષ્યની શ્રદ્ધા અને વિચારજ મનુષ્યને ફળ આપનારા થાય છે, તે પ્રમાણે જેઓને શાસનદેવો-વીરો ઉપર એવી શ્રદ્ધા છે કે તેઓ મને અવશ્ય ફળ આપશે, તેઓને તેઓનો શ્રદ્ધા સંકલ્પ જયારે ત્યારે આ ભવમાં તથા પરભવમાં સંકલ્પ અનુસાર ફળ આપે છે. આ વાત નિરિયાવલી સૂત્રમાં એક સાધ્વીજીની કથા દ્વારા સિદ્ધ થાય છે.
જેઓ કુળે જૈન છે તથા દેવ-ગુરૂ ધર્મના અનુરાગી છે તેઓ એકદમ એકલા મોક્ષસુખ માટે ત્યાગી બની જતા નથી. તેઓને તો ગૃહસ્થાવાસમાં બાહ્ય વસ્તુઓ મેળવવાની ઈચ્છા છે તેથી તેઓ દેવતાઓની સેવા-ભક્તિ દ્વારા ઈચ્છિત વસ્તુઓ મેળવા પ્રયત્ન કરે છે, અને તે આશાએ પ્રયત્ન કરતા તેઓને જૈન તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છેવટે આત્મામાં સુખ માનીને શાસનદેવોને અને પ્રભુને પછીથી પૌદ્ગલીક સુખ માટે પ્રાર્થના કરતા નથી. પછીથી બાહ્ય સુખાર્થે તીર્થકરોને માનવા કરતા આત્મસુખાર્થે તીર્થકરોને માને છે પૂજે છે અને શાસન દેવો આત્મસુખાર્થે મદદરૂપ થાય છે પરંતુ આવી દશા કંઈ એકદમ જલ્દી આવી જતી નથી.
જયારે જડસુખો માંથી આત્મસુખમાં આવતા ઘણો કાળ વહી જાય છે, ગૃહસ્થ જૈનો કેટલાક કુળાચારથી છે તેઓ ને દેવ-ગુરૂ ધર્મની સામગ્રીઓ નજીક હોય છે જેઓ સામાન્ય જૈનધર્મના શ્રદ્ધાળુ હોય છે, તેઓ ખરેખર મીથ્યાત્વીઓ કરતા અનંતગુણા ઉત્તમ છે અને જૈન ધર્મમાં ધીરે ધીરે આગળ વધી અંતે પરમપદને પામનારા છે.
તેઓને વિચાર પ્રવૃત્તિમાંથી બ્રાન્ત કરી અનુત્સાહી, અવિશ્વાસી, બનવાથી તેઓ આગળની ઉચ્ચદશાને પ્રાપ્ત કરી શકતા નથી. અને ઉલ્ટા વર્તમાન દશામાં સંશયી થાય છે અંતે પતિત થાય છે. જેઓ જૈનશાસ્ત્રોની આવી શૈલીની શંકા કરે છે તેઓ નષ્ટ થઈ જાય છે. ગૃહસ્થ ૨૪
મન્ત્ર સંસાર સાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org