________________
પમાડી મંત્રથી પ્રત્યક્ષ કરી જૈન દેવ-ગુરૂની શ્રદ્ધાવાળા જૈન શાશનના રક્ષક તરીકે સ્થાપી શકે છે. જેથી તેઓ સાધર્મિકોની સમય આવે યથાશક્તિ એ મદદ કરી શકે છે. આજ રીતે ઘંટાકર્ણ મહાવીર, કપર્દીયક્ષ, માણિભદ્રવીર આદિને આપણા પૂર્વાચાર્યોએ બોધ પમાડી જૈન ધર્મ ના રક્ષક બનાવ્યા છે. સંસારની ધર્મયાત્રામાં મદદ માટે શાંતિસ્નાત્ર વગેરે દ્વારા દેવોને વિનવણી કરવામાં આવે છે. આપણે આજે પણ પરંપરાગમ ને માન આપી આ દેવોને માનીએ છીએ પૂજીએ છીએ. જૈનાચાર્યો મીથ્યાત્વી દેવોને સમકિતી બનાવી જૈનશાશન રક્ષક તરીકે સ્થાપી શકે છે. આ. શ્રી વીરસૂરિજી મહારાજે મિથ્યાત્વી દેવને પ્રતિબોધ આપી તેની સહાયપૂર્વક અષ્ટાપદગિરિની યાત્રા કરી હતી. વજસ્વામીએ કપર્દીયક્ષને સમકિત પમાડયાના દાખલા શાસનમાં જોવા મળે છે.
જેનો જૈન મંત્રશાસ્ત્રોને અને શાસનદેવોના મંત્રોને માન્ય કરે છે. અને પ્રભુશાસન અધિષ્ઠાયકોને સાધર્મિકની દૃષ્ટિએ માને છે પૂજે છે આપણા જૈન દેરાસરોમાં પણ શાસન દેવ-દેવીના પ્રતિમાજી હોય જ છે, તે પ.પૂ.આ.ભ. સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજા કૃત પ્રવચન સારોદ્ધાર ગ્રંથના આધારે તેમની સ્થાપના કરવામાં આવેલી હોય છે જે આ પુસ્તકમાં અન્યત્ર આપવામાં આવ્યા છે. આ પ્રચાર પ્રાચિન કાળથી હોય તેમ જાણવા મળે છે. પૂર્વે જૈનોના ઘેર-ઘેર વૈરોટ્યા દેવીની આરાધના થતી જોવા મળે છે પરંતુ કાળના પ્રભાવ ના કારણે આજે આ આરાધના વિચ્છેદ પામેલી જોવા મળે છે. જૈન ધર્મના મહાપ્રભાવક આ મુનિસુંદરસૂરિજી મહારાજે સંતિકર કલ્પની રચના કરેલી છે તેમાં અનેક દેવ-દેવીની સિદ્ધિઓ જોવા મળે છે. જો દેવ-દેવી સહાયતા કરતા ન હોય તો પૂર્વાચાર્ય શ્રુતકેવલી આ.ભદ્રબાહુ સ્વામી વગેરે ઉવસગ્ગહર સ્તોત્રાદિની રચના કરતજ નહીં ને? કલ્પસૂત્રના અંતિમ ભાગમાં જે સ્થવરાવલી હોય છે તેમાં આપણા પૂર્વાચાર્યોએ ઘણા ચમત્કારો બતાવ્યા હોવાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજાએ તત્વાર્થસૂત્રમાં પરસ્પરોપગ્રહો જીવાનામ્ એ રચીને જણાવ્યું છે દેવો-મનુષ્યો તિર્યંચો વગેરે સર્વજીવો આ સંસારમાં એકબીજાને અનેક રીતે ઉપકારી એવં સહાયક થઈ શકે મન્ત્ર સંસાર સાર...
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org