________________
38 હૂ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
મંત્રસિદ્ધિ આપણા પૂર્વાચાર્યો એ ઘણા મંત્રકલ્પાદિ રચ્યા છે. નવકાર, વિસ્મગહર, નમીઉણ, નાની મોટી શાન્તિ, સૂરિમંત્ર, સંતિકર, ભક્તામર વગેરે ના મંત્ર-યંત્ર કલ્પો જોવા મળે જ છે. દિગંબર અને શ્વેતાંબર બને જૈનો ઋષિમંડલના યંત્રકલ્પને માને જ છે.
જૈનાચાર્યો સૂરિમંત્ર વગેરેની પાંચ પીઠીકાની આરાધના કરે છે જેમાં ગણિપિટ્ટક યક્ષ, ત્રીભવનસ્વામીનીદેવી, શ્રીદેવી, સરસ્વતીદેવીની આરાધના આવે છે. ઉપાધ્યાય આદિ મુનિભગવંતો વર્ધમાનવિદ્યાની આરાધના કરે છે જયારે શ્રાવક શ્રાવિકાઓ ઋષીમંડલ વગેરેની આરાધનાઓ કરે છે.
જેનો ચાર પ્રકારના દેવોને શાસ્ત્રાધારે માને છે. ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો હોય છે. તેમાંથી વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં હોય છે. તેમાં પ્રથમ બાર દેવલોકના વિમાનો છે તેના ઉપર નવ રૈવેયકના વિમાનો છે અને તેના ઉપર પાંચ અનુત્તર વિમાનોના દેવો છે અને તેની ઉપર સિદ્ધશિલા છે. તેના ઉપર એક ગાંવના છઠ્ઠા ભાગે ૩૩૩ ૨, ભાગે ધનુષ પ્રમાણે લોકા-કાલ ના છેડા પર્યત સિદ્ધ પરમાત્મા રહે છે. સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ આદિ જે વિમાનો આકાશમાં દેખાય છે તેમાં જયોતિષિ દેવ-દેવીઓ રહે છે. જયારે ભવનપતિના દેવો આ પૃથ્વીની નીચે રહે છે અહીં થી દશ યોજના નીચે સ્વઈચ્છિત સ્થાનોમાં વ્યંતર દેવો રહે છે આ ચાર પ્રકારના દેવોમાં કેટલાક સમકિતી છે તો કેટલાક મિથ્યાત્વી. ચોસઠ ઈન્દ્રો, નવગ્રહો દિપાલ વગેરેને જેનો સમકિતી માને જ છે. આ બધું વર્ણન સંગ્રહણીમાં જોવા મળે જ છે.
ચાર પ્રકારના મિથ્યાત્વી દેવો પણ પૂર્વધર મુનિ, યોગી, આચાર્યાદિ મહાત્માઓના ઉપદેશથી સમકિતી બન્યા જ છે. તેવી જ રીતે બાવનવીરો અને ચોસઠ જોગણીઓ હોય છે. તેમાંથી કોઈને પણ જૈન મુનિઓ બોધ
મન્ત્ર સંસાર સાર.
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org