________________
(૧૦) વળી આ મંત્ર જન્મનો નાશ કરનાર હોઈ જન્મનિર્વાણમંત્ર કહ્યું છે. આ જન્મથી છુટવા માટે અનાદિ કાળથી ભ્રમણ કરતો જીવનો ‘જ’ પ્રણવ ના ‘પ’ માં ભળી જાય = જપ કરવા માંડે તો સાધના પૂરી થયે જ છુટકો છે.
ભાવથી નમસ્કાર કરવામાં આવે તો નમસ્કર્તા નમસ્કરણીય (=નમસ્કાર્ય) માં ભળી જાય છે.
અનાદિ સિદ્ધ, દેવત્વને લઈ હું બેઠેલો છું-એવો ખ્યાલ સાધકના હૃદયમાં આવે તો તે પોતાનું ‘અવ્યય’ પદ પ્રાપ્ત કરી શકે છે.
અવ્યય એ વ્યાકરણમાં નૈપાતિકપદ છે. તેમાં ભાગો નથી. તે અખંડ પદ છે મોક્ષ અવ્યય છે. મંત્રાક્ષરો અવ્યય છે. તે શાશ્વત છે. સનાતન છે. પંચ પરમેષ્ઠી પદો અવ્યય છે.
પચ મંગલ એ અવ્યય છે.
પંચ નમસ્કૃતિ એ ‘નમો' પદ છે. તે અવ્યય છે.
નમસ્કર્તાનો આત્મા પણ અવ્યય છે. તે કદી નાશ પામતો નથી. તમારી દૃષ્ટિમાં આવેલું આખું જગત અદશ્ય થશે પણ તમે અર્દશ્ય થઈ શકતા નથી.
કોઈ મહર્ષિ કહેતા હતા કે “You cannot disappear from
your ownself.''
શ્રી આચારાંગ સૂત્ર પણ કહે છે કે, “અપવસ્ત્ર વયં નાસ્તિ' આત્માનું વર્ણન કરવા માટે શબ્દો નથી. આ આત્માના દર્શન માટે મૂર્તિનું વિધાન છે. કૃતકદેવત્વ એ ચમત્કૃતિ છે. તે આત્માના અનાદિ દેવત્વને પ્રગટ કરે છે.
સમર્થ, પ્રભાવક, સાધક આચાર્ય ભગવંતો પોતાનામાં વીતરાગતાનું અધિવાસન કરી મૂર્તિમાં અંજન કરે છે. પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા માટેની આ પ્રક્રિયા છે. અનંતા આત્માઓનો તેના આલંબનથી મોક્ષ થયેલો છે. જગતના જિનબિંબો નમો સિદ્ધાણં' પદથી પ્રતિષ્ઠિત થયેલા છે તો નમો સિદ્ધાણં પદની કિંમત કેટલી ? પ્રતિષ્ઠાકારકે આત્મવિશુદ્ધિ વડે મધ્યરાત્રીએ અક્ષરોના પરમાત્માને ગ્રહણ કર્યા અને જિનબિંબ પ્રતિષ્ઠાનું વિધાન કર્યું, પછી શ્રી સંઘદર્શન કરે છે.
૧૪
Jain Education International
For Personal & Private Use Only
મન્ત્ર સંસાર સારું...
www.jainelibrary.org