________________
કર્મનિર્મુલમંત્ર - કર્મ એ આત્માને માટે વિભાવ છે. અજ્ઞાની જીવને પુણ્યકર્મના સુખથી રતિસંજ્ઞા પોષાય છે. અને તેથી તેનું આકર્ષણ થાય છે. પણ જ્ઞાની જીવ કર્મની ઉદયસ્થિતિમાં મૂંઝાતો નથી પણ સાવધાનીથી પસાર થાય છે. સુખમાં વિરાગભાવ કેળવવાનો છે અને દુ:ખમાં સમાધાન, સમાધિ કેળવવાની છે.
આ રીતે કર્મનાશ થાય છે અને તે ગુણો મંત્રના રટણથી મળે છે. (૭) સિદ્ધિપ્રદાનમ્ - તન છોડીને સિદ્ધ થવાય છે.
મન છોડીને શિષ્ય થવાય છે.
ઘર છોડીને સાધુ થવાય છે. અત્યારે આપણી પાસે ત્રણ શરીર રહેલા છે. (૧) ઔદારિક શરીર-જે દેખાય છે તે. (૨) તેજસ શરીર-જે શરીરને ગરમ રાખે છે, ખાધેલું પચાવે છે. ઉષ્ણલેશ્યા છોડવા સમર્થ બને છે. રુધિરાભિસરણ કરાવે છે. (૩) કાર્મણશરીર-પ્રતિસમય બંધાતા કર્મોની ફાઈલ ભેગી થઈને આ શરીર બને છે. સામાન્યથી ઔદારિક શરીરના નાશને મૃત્યુ કહેવાય છે. પણ કાર્મણશરીર એ ભવ (=સંસાર)નું બીજ છે. મંત્ર બીજનો નાશ કરવામાં સક્ષમ હોઈ સિદ્ધિ આપવા માટે સમર્થ બને છે. શીવસુખજનન-અનાદિકાળથી શીવ=નિરુપદ્રવ સુખ જીવને મળ્યું નથી તે તેનું સ્વરૂપ હોવાથી જીવને તેની રૂચિ રહેલી છે પણ ઔદાયિક=પુણ્યના સુખની અંદર જીવ સાચું સુખ માની લે છે. આ ભૂલ મિથ્યાત્વના કારણે થાય છે. અને મંત્ર જીવના અત્યંતર રોંગો મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગોને દૂર કરી સાચી સમજણ આપે છે. અને વળી દોષોને દૂર કરવાનું સામર્થ્ય પણ આપે છે. માટે શીવસુખની ઉત્પત્તિ કરનાર આ
મંત્રાધિરાજ કહ્યો છે. (૯) મોક્ષ મેળવવા માટે અનિવાર્યપણે વીતરાગ અને સર્વજ્ઞ બનવું
પડે છે તો સ્વાભાવિક છે મોક્ષ આપનાર મંત્ર જીવને કેવળજ્ઞાન
પણ આપે જ માટે જ કેવલજ્ઞાનમંત્ર કહ્યું છે. મન્ત્ર સંસાર સાર...
૧
૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org