________________
ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
મંત્ર શક્તિ (૧) દશપૂર્વધર શ્રી ઉમાસ્વાતિ રચિત શ્લોક
मंत्र संसारसारं, त्रिजगदनुपमम्, सर्वपापारिमंत्रं ।
૫ संसारोच्छे दमंत्र, विषमविषहरं, कर्मनिर्मूलमन्त्र ।
૮
मंत्र सिद्धि प्रदानं, शीवसुखजननं, केवलज्ञानमंत्रं ।
૧૦
मंत्र श्री जैनमंत्रं, जप जप जपितम्, जन्मनिर्वाणमन्त्रम् ॥ (૨) માનવ ઉત્ક્રાંતિમાં સમવસરણસ્થ અરિહંત સિવાય ત્રણલોક અને
ત્રણકાળમાં અનુપમેય તત્ત્વ કોઈ નથી. આ અનુપચરિત તત્ત્વ છે. અબજો સૂર્ય કરતાં વધુ પ્રકાશ કરનારા છે. અબજો ચંદ્ર કરતાં વધુ નિર્મળતર છે અને સ્વયંભૂરમરણ સમુદ્ર કરતાં પણ અનંતગણા ગંભીર છે. જગતની બધી ઉપમા ટૂંકી પડે છે પણ આપણે નાઈલાજ છીએ, માટે તેવા શબ્દોમાં બોલીએ છીએ. વળી મંત્ર સર્વપાપના નાશનું કારણ બને છે. સર્વ સિદ્ધોને કરેલો નમસ્કાર તમને સિદ્ધ બનાવવા સમર્થ છે. પીપળાની નીચે રામમંત્ર ગણતો વાલીયો ચોર વાલ્મિકી બને છે. તેમ મારે આઠ કર્મોનો નાશ કેવી રીતે કરવો? સર્વ પાપનું મૂળ મિથ્યાત્વ માંદું પડે છે અને મટી જાય છે. તેથી જ સર્વપાપનો નાશ શક્ય બને છે. અર્થશાસ્ત્ર-Economicsનો સિદ્ધાંત-Minimum effort and maximum result અહીં સિદ્ધ થાય છે. संसारोच्छे दमंत्रं - વીતરાગીને કરેલો નમસ્કાર સાધકને વીતરાગ બનાવે.
સિદ્ધ ભગવાનને કરેલો નમસ્કાર સાધકને સિદ્ધ બનાવે. મન્ત્ર સંસાર સાર...
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org