________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન
છે તેથી એમની પાસેથી ગુજરાતી ભાષાની કૃતિઓ મળી રહી છે. કેટલાયે કવિઓમાં આપણને મિશ્ર ભાષા જોવા મળે છે અને મુખ્યત્વે રાજસ્થાનીમાં લખનાર કવિ પાસેથી પણ એકબે મુખ્યત્વે ગુજરાતી કહી શકાય એવી રચનાઓ મળી આવે
છે.
ઘણા જૈન કવિઓએ વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. યશોવિજય, જિનહર્ષ, સમયસુન્દર જેવા કેટલાકની કૃતિઓ તો શતાધિક થવા જાય. (એમાં ગુજરાતી સિવાયની ભાષાઓની રચનાઓ પણ હોય.) કેવળ રાસકૃતિઓનો વિચાર કરીએ તોપણ જિનહર્ષ પાસેથી ૩૫, સમયસુંદર પાસેથી ૨૧ અને શ્રાવક કવિ ઋષભદાસ પાસેથી ૩૨ રાસકૃતિઓ મળે છે. જિનહર્ષ તો જાણે જૈનોના શામળ છે. પરંપરામાં જાણીતા ઘણાખરા વિષયવસ્તુ પર એમણે પોતાની રાસરચનાઓ કરી છે. આ તો થોડાંક જાણીતાં નામો થયાં. જેમનું કશું મુદ્રિત નથી એવા એક અમવિજયે પણ વીસેક રાસકૃતિઓની રચના કરી છે. આપણા સાહિત્યના ઇતિહાસોમાં આવા કેટલાક કવિઓનો માત્ર નામોલ્લેખ હશે (જેમકે જિનહર્ષ) તો ઘણાનો નામોલ્લેખ પણ નહીં હોય (જેમકે અમરવિજય). પાંચ-સાત રાસકૃતિઓ અને નોંધપાત્ર સંખ્યામાં સ્તવનાદિ પ્રકારની કૃતિઓ રચનાર જૈન કવિઓ તો મોટી સંખ્યામાં નીકળે.
૭
જૈન કવિઓને હાથે વિપુલ સાહિત્યસર્જન થયું તેનાં કેટલાંક કારણો છે. જૈન સાધુઓને સમયની પૂરતી મોકળાશ રહી છે. તે ઉપરાંત ઘણા જૈન સાધુઓ ઘણી નાની ઉંમરે આઠદશ વર્ષની ઉંમરે દીક્ષિત થયા હોય છે અને ધર્મ તથા કાવ્યની પરંપરાનું થોડું શિક્ષણ મળતાં જ સાહિત્યરચના તરફ વળી ગયા હોય છે. એટલે તો કેટલાક જૈન સાધુઓનો ક્વનકાળ ખાસ્સો મોટો મળે છે. રઘુપતિ (રૂપવલ્લભ)નો કવનકાળ ૭૭ વર્ષનો છે ! જેમનો કવનકાળ ૪૦-૫૦ વર્ષ સુધી વિસ્તરતો હોય એવા પણ કવિઓ ઠીકઠીક સંખ્યામાં છે – જયવંતસૂરિ, પદ્મવિજય, માલમુનિ, વીરવિજય વગેરે. જૈન સાધુકવિઓએ મોકળાશથી લખ્યું છે એનું એક પરિણામ એમની કૃતિઓની લંબાઈમાં પણ આવ્યું છે. જિનહર્ષનો ‘શત્રુંજયમાહાત્મ્ય રાસ' ૮૫૦૦ કડી સુધી અને પદ્મવિજયનો સમરાદિત્યકેવળી રાસ’ ૯૦૦૦ કડી સુધી વિસ્તરે છે !
આ જૈન કવિગણની એક વિશેષતા ખાસ નોંધપાત્ર છે. એમાંના ઘણા વ્યુત્પન્ન પંડિતો છે. પોતાના સાધુઓને પંડિતો રાખીને ભાષા, જૈન મત, અન્ય દર્શનો ને કાવ્યસાહિત્યનો સુધ્ધાં અભ્યાસ કરાવવાની પ્રથા જૈન સંપ્રદાયે વિકસાવી છે. જૈન સાધુકવિઓ પોતાની કૃતિઓમાં પોતાના દીક્ષાગુરુ ઉપરાંત વિદ્યાગુરુનો ઉલ્લેખ કરતા હોય છે તેમાં આવા પંડિતો એ મોટે ભાગે બ્રાહ્મણ પંડિતો હોવાના નાં નામ પણ જોવા મળે છે. જેમકે ઉદયસાગરશિષ્યમંગલમાણિક્યે પોતાના ‘અંબવિદ્યાધર રાસ'માં ભાનુ ભટ્ટનો ઉલ્લેખ કર્યો છે તે એમને શિક્ષણ આપનાર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
-