________________
દ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ગુજરાતી ભાષાસાહિત્યનો પ્રારંભ
ગુજરાતી ભાષાના સાહિત્યનો પ્રારંભ જેનોને હાથે થયેલો દેખાય છે. ચના વર્ષ ધરાવતી સૌથી પહેલી જૈન કૃતિ શાલિભદ્રસૂરિનો 'ભરતેશ્વરબાહુબલિ રાસ' (ઈ.સ. ૧૧૮૫) છે, જ્યારે રચનાવર્ષ ધરાવતી સૌથી પહેલી જૈનેતર કૃતિ અસાઈતની હિંસાઉલી' (ઈ.સ.૧૩૭૧) છે. વજસેનસૂરિકૃત 'ભરતેશ્વરબાહુબલિ ઘોર’નું રચનાવર્ષ મળતું નથી પણ એ કૃતિ ઈ.સ.૧૧૭૦ પૂર્વેની રચના હોવાનું જણાય છે. આનો અર્થ એ થયો કે જૈન રચના પછી છેક ૨૦૦ વર્ષે જૈનેતર રચના મળે છે.
પ્રારંભકાળની જૈનેતર કૃતિઓ સચવાઈ ન હોય અને રચનાવર્ષ વગરની અજ્ઞાતકક ‘વસંતવિલાસ' જેવી જૈનેતર જણાતી કૃતિ થોડી વહેલી રચાયેલી હોય એમ માનીએ તોપણ ઊગતી ગુજરાતી ભાષામાં રચના કરવાનું પહેલું સાહસ જૈન કવિઓએ કર્યું હશે એમ માનવું યોગ્ય લાગે છે. ધર્મપ્રચારમાં પ્રતિબદ્ધ જૈન મુનિ-કવિઓએ પોતાના સમયની લોકભાષામાં સાહિત્યરચના કરવાનું ઇચ્છવું હોય એ સ્વાભાવિક છે. પછીથી પણ જૈન કવિઓએ જે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું રાખ્યું એમાં પણ આ ધમભિનિવેશ કામ કરી રહ્યો છે. જૈન કવિગણ
ગુજરાતી ભાષાના જૈન કવિઓ તે મોટે ભાગે સાધુકવિઓ છે. ગૃહસ્થાશ્રમી શ્રાવક કવિઓ તો ઘણી અલ્પ સંખ્યામાં છે. સાહિત્યકોશમાં અંદાજાયેલા ૧૬૦૦ જેટલા મધ્યકાળના જૈન કવિઓમાં શ્રાવક કવિઓ તો પચાસેકથી વધારે થવાની ધારણા નથી. એટલેકે શ્રાવક કવિઓનું પ્રમાણ બે-ત્રણ ટકા જેટલું જ છે. આનો અર્થ એ છે કે જેનોમાં દેખાતો વિદ્યાવ્યાસંગ તે એમના સાધુઓ પૂરતો મર્યાદિત છે. જૈનધર્મી શ્રાવકવર્ગ તે મુખ્યત્વે વણિક જ્ઞાતિનો બનેલો છે અને એ વણિક જ્ઞાતિ વેપારી પ્રજા છે. એણે પૈસા કમાઈને વિદ્યા-વૃદ્ધિ અર્થે દાન કરવામાં અને કથા-વ્યાખ્યાનનું શ્રવણ કરવામાં સંતોષ માન્યો જણાય છે. જૈન કવિઓમાં સાધ્વીઓની સંખ્યા અત્યંત અલ્પ પ્રમાણમાં છે, માંડ એક ટકો નીકળે. પરંતુ આ તો સમગ્ર ભારતીય સમાજની ખાસિયત છે. એમાં સ્ત્રીઓ બહુધા અશિક્ષિત રહી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર સ્ત્રીકવિઓ પણ બહુ ઓછી સંખ્યામાં મળે છે. જોકે જેન સાધ્વીઓ અશિક્ષિત ન ગણાય, કેમકે જૈનોએ પોતાનાં સાધુસાધ્વીઓને ભણાવવાની વ્યવસ્થા સ્વીકારેલી છે. અન્ય સ્ત્રીવર્ગમાંથી પણ કેટલોક ભાગ ભણેલો હશે એવું અનુમાન થાય છે કેમકે હસ્તપ્રતો સ્ત્રીઓના પઠનાર્થે લખાયેલી હોવાના ઉલ્લેખો મળે છે.
મધ્યકાળના જૈન સાધુકવિઓમાં રાજસ્થાન તરફના સાધુકવિઓનું પ્રમાણ કદાચ મોટું હોવા સંભવ છે. આનું કારણ રાજસ્થાન તરફનો સાધુવર્ગ જ મોટો હોવાનું જણાય છે. ઈ.સ.૧૫મી સદી સુધી તો ગુજરાત-રાજસ્થાનની લગભગ સહિયારી ભાષા હતી અને જૈન સાધુઓ રાજસ્થાન-ગુજરાતમાં વિહાર કરતા રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org