________________
પત્ર જે
કેશવ તરફથી નર્મદને.
૧૦
પહોંચવા પામતા નથી; અને વળી મારા સ્વભાવ અને વિચારને મળતો આવે એવો કોઈ મિત્ર પાસે નથી કે જેથી ઘડીક આરામ મળે. આજ વિચારમાં ફરતાં ફરતાં આજ હું જરા આઘો નીકળી ગયા અને સુભાગે સારંગીને સુર મને અહીં દેરી લાવ્યો. આપે ગાયેલાં બે ગીત મને ઘણાં બોધદાયક થઈ પડયાં છે. પણ હજી એને ઉડે મમ બરાબર સમજી શક્યો નથી એ જાણવા ઘણું જીજ્ઞાસા છે, પરંતુ તે અગાઉ આપના વૃત્તાંતથી ભાભિ કરે તે મોટી મહરબાની.
આ સાંભળી ભેગી બોલ્યાઃ મને જન–મંડલથી જુદો વસતો જોઈ જન–શત્રુ (Cynic)ગણુતા નહીં. જ્યાં સુધી આપણે મેહ, માન, વિગેરેને તદન જીત્યા નથી ત્યાં સુધી રાત દિવસ જન–મંડળ ઉપર આપણા જીવનનો આધાર છે; તો તે જન-મંડળને ધીક્કારનારને મુખ કહે તે પણ ચાલે. હું એકાંત વાસમાં રહું છું કે જન-મંડળમાં અને મારા વિચારો શા છે તે મારું જીવન સાંભળ્યાથી મેળે જ સમજાશે. મને આશા છે કે તમારી નવી પીછાન આજના મળેલા લાભમાં ગણવાજોગ થઈ પડશે. તમારા વિચારો અને તમારી ચિંતાઓ ઉંચા પ્રકારની હોઈ તમારી સેબત મને ઠીક ગમ્મત આપશે. પણ આજે રાત્રી વિશેષ ગઈ છે અને મારે સુતાં પહેલાં એક કલાક ધ્યાન ધસ્વાનો રીવાજ છે. ઉંઘે આંખમાં પ્રવેશ કર્યા પછી એ ધ્યાન બરાબર થઇ શકે નહીં માટે મારે તમારા સારૂ તૈયાર કરેલી પેલી પથારીમાં જવા વિનવવાની જરૂર છે. કાલે સવારે આપણે મારે ઈતિહાસ શરૂ કરીશું. અભ્યાગતને સેહેજ ખોટું લગાડવા
ના ડરથી શ્રેષ્ઠ નિત્ય કર્તવ્યમાં ખામી નહિ પડવા દેવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wrnatumaragyanbhandar.com