________________
પત્ર ૮ મે.– નર્મદ તરફથી ગુલાબરાયને. ૭૭
a safe distance) હિન્દુઓને આ ઘર-સંસારનાં અને જુદા જુદા ધર્મના નાયકોનાં વર્તનનાં ફારસ જોવામાં એટલી ગમ્મત અને કુતુહલ થાય કે આપણું ખરાં દુઃખ-સુખ સર્વ ભૂલી જવાય; પણ અફસોસ એ છે કે આપણે એ સર્વની વચ્ચે સ્થિત થયેલા હોવાથી તે ફારસથી થતું હોય, શોક-મિશ્રિત અને માત્ર દુઃખ વધારનારું જ હોય છે.
જ્યાં સ્ત્રીઓની કિસ્મત આ પ્રમાણે રત્નને બદલે પથ્થર જેટલી થાય છે, જ્યાં સ્ત્રી-પુરૂષના પવિત્ર સંબંધ ઉપર એક બાળકની મત જેટલું જ ધ્યાન અપાય છે, જ્યાં નાના (તેમજ કેટલીક વખતે મેટામાં મજાક અને વખત ગાળવાનાં - સાધન તરીકે સ્ત્રીઓની વાત કરી તેમને ઢીંગલી માફક
લેખવાય છે, ત્યાં પછી પુરૂષના દીલાસાની, પુરુષના સુખની, ઉચ્ચતર વિચારની, સ્વદેશ દાઝની, તન અને મનના તંદુરસ્ત બાળકોની શી આશા રખાય ?
બાળક જન્મે છે ત્યારથી તેનાં જ્ઞાન અને ગુણ-સ્વભાવનું બંધારણ થવા માંડે છે. તે બને તેની આસપાસના માણસના ઉપર આધાર રાખે છે. આસપાસના માણસમાં મા અને અન્ય -સી-વર્ગ મુખ્ય છે. કારણ કે બાળકને પુરૂષ કરતાં સ્ત્રીની સેબતમાં વધારે રહેવાનું હોય છે. જ્ઞાન અને સ્વભાવનું બંધારણ ઘણે ભાગે આ સ્થળે અને આ ઉમરે થાય છે. માટે બાળક (ભવિષ્યના પિતાના જ્ઞાન અને સ્વભાવ (કે જેમાં બંધુત્વભાવ, સત્ય, નીતિ, ધર્મજ્ઞાન વિગેરે બીજ અવશ્ય જોઈએજ.) ને સધળો આધાર સ્ત્રી-વર્ગઉપર જ છે. આપણા લોકો તમામ એક મતે કબુલ કરે છે કે ઘરની આબરૂ અને ઘરનો કારભાર તો સ્ત્રથીજ છે. વળી પુરૂષ
વર્ગની આબાદી, વિશેષ વિખ્યાતિ અને જનમંડળમાં ધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com