________________
१२९
મધુમક્ષિકા.'
પત્ર ૧૬ મે.
લક્ષ્મી ઉપરથી જમન ઉપર.
રાજકેટ + – + –
+
બહેની,
જ્યારે હું અણસમજણ હતી ત્યારે તને સાસરે જતી જોઈ તને ભાગ્યશાળી ગણતી ને મનમાં સમજતી કે તું મારા કરતાં ઘણુંજ સુખી છે. પાછળથી જ્યારે એવું માલૂમ પડ્યું કે તારા પતિ પવિત્ર દેવાંશી પ્રેમની લાગણીને અબુઝ છે અને માત્ર પશુવૃત્તિ વાળાજ છે, પૈસા મેળવવા અને સંધરવામાં જ સંસાર સુખને અંત માનનારા છે, ચાલુ મૂર્ણ રીવાજના ગુલામ છે, સ્ત્રીને ચાકરડી પ્રમાણે ગણું કામકાજ અને કકળાટમાં દાબી રાખનાર મૂરખાઓના મતના છે, એવું જ્યારે માલુમ પડયું ત્યારે મને તારા સુખને સર્વ માહ ઉતરી ગયો હતે. આપણું નાનપણની સખી ગગાને તેના વર અને સાસુ સસરા, નમુંદ વિગેરે તરફથી મળતું અનહદ દુખ મેં જ્યારે નજરે જોયું ત્યારે તે એમજ લાગ્યું કે કુંવારી સ્થિતિ સ્વતંત્ર હોવાને લીધે શ્રેષ્ઠ છે. હું કાંઈ પંડિતા નથી, કે નથી બહુ વિચારવન્ત, નથી એવી ધર્મ ચુસ્ત કે નથી એવી સંસાર સુખના અનુભવ વાળી, કે જેથી હું કુંવારી સ્થિતિને વધારે પસંદ કરું. પણ ચારે તરફ પરણેલી નિરપરાધી બાળાઓને દુઃખ-કુંભામાં દટાતી જોઈ, કંટાળો પામી કુદરતી રીતે કોને એમ વિચાર ન થાય કે પરણવામાં સાર જ નથી.?
પણ બહેન, મને તારી પાસે માની દેતાં શરમ આShree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com