________________
પત્ર ૧૮ મે.– પાર્વતી તરફથી લક્ષ્મીને ૧૦૮
માટે જરા હદ મૂકવી પડે તેમાં કાંઈ અયોગ્ય નથી. માત્ર યાદ એટલું જ રાખવાનું કે તે રસ્તો આડે ન હે ઈઈએ; એટલે કે, પ્રેમ પવિત્ર અને પતિ તરફ જ હોવો જેઇએ; એટલુંજ જે બરાબર મનમાં ઠસાય તે પછી તે - તે હદ ઓળંગી જવામાં ગુન્હો કર્યો ગણાય નહિ. એ મૂખ્ય વાત જાણ્યા પછી બીજી નાની વાતો તે પિતાની મેળે સમજાશે. પતિને તન, મન, ધન અર્પણ કરનાર સ્ત્રી, ૫તિને પ્યાર કેવી રીતે મેળવવો, કેવી રીતે સાચવે, પતિની સેવા, પતિ તરફની ફરજે શી રીતે બનાવવી, ૫તિના સંબંધીઓ સાથે કેવી વર્તણુક ચલાવવી વિગેરે બાબતે, કુદરતી રીતે પોતાની મેળે જ, પતિને ખુશ રાખવાની આકાંક્ષાથી જ જાણી શકશે. મુખ્ય વાત તો એ છે કે પિતાના પરણેત પતિ સિવાય બીજા કોઈ ગમે તેવા દેવાંશી, ગમે તેવા પરાક્રમી, ગમે તેવા રૂપવાન, ગમે તેવા ચતુર, ગમે તેવા પ્રખ્યાત કે ગમે તેવા ધર્માત્મા પુરૂષ સાથે “પ્રેમ” શબદ જોડાવવા દેજ ન જોઈએ. તે પવિત્ર, તે અમુલ્ય, તે દેવાંશી શબ્દ અને તેનાં કૃત્યો, સારા કે ખોટા, નાના કે મોટા, રૂપવાન કે રૂહીન પણ પોતાના કરેલા પતિ માટેજ દદય તિજોરીમાં ઘણી કાળજીથી સાચવી રાખવાની સંભાળ રાખવી. બીજાં વચનો જલદી તોડાય છે. તે માટે બહુ મોટો ગુન્હ પણ ગણાતું નથી, પણ પ્રેમ-વચન તોડનાર, કારણ કે વગર કારણે તોડનાર, આ ભવ કે પરભવમાં કદી સુખી થવા આશા રાખે તે ઝાંઝવાનાં નીર સમાન છે. શબ્દ, દષ્ટિ, વર્તણુક, વિચાર એ સઘળું એક માણસને પતિ ઠરાવ્યા પછી બહુ વિચારીને કરવાનું છે. દરેક શાસ્ત્રકાર-દરેક નીતિના ધારા ધડનાર
સર્વે એકજ સાદે કહે છે કે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com