________________
૧૫૪
મધુમક્ષિકા. રહેલા બ્રહ્મચારી યુવાનને જાગૃત કર્યો. તરતજ તે બહાર આવ્યું અને આવતાં તેનું પ્રતિબિમ્બ મારા હાથમાંના કોચમાં પડયું. મેં જે જોયું તે હું પિતે જ ભાગ્યે જ માની શકો. શું, આટલા થોડા વખતમાં પશ્ચાત્તાપ-જથી સધળા કદરૂપા અને વિચિત્ર ડાધ ધોવાઈ જ ગયા ? ખરી વાત હશે ? ચીરકાળથી કરેલાં કુકમેં જરાવારમાં જોવાઈ જતાં હશે ? જ્ઞાન અને પશ્ચાત્તાપની આવી જ ખુબી હશે? ભવોભવ ભટકેલા ભવીછો ટુંક વખતની વિચાર–પૂર્વક વર્તણુકથી મે ગામી થયા છે એ સત્ય જ હશે? અસંખ્ય વિચારેમાં ગોથાં ખાતો હતો એવામાં મારી દષ્ટિ યુવાનના પ્રતિબિમ્બ તરફ સ્થિર જઈ કુમારિકા પણ અંદર જેવા લાગી.
અરસ્પરસના સમ-ભાવ જોઈ બનેનાં મુખ ઉપર આનંદ,સુકોમળતા, શરમાળપણું, હેત અને એવી બીજી હજારે ગુપ્ત લાગણીઓના શેરડા પડયા, તે જોઈ મારે તે ભટકવામાં પડેલો શ્રમ સર્વ સફલ થયા. પ્રેમ એટલે માનસિક મિત્રતા એ વ્યાખ્યા જે ખરી હોય તે એમનામાં એ દેવ પ્રવેશ કરી ચૂકયે એમ કહેવામાં કાંઈ ખોટું નથી. પણ ભાન આવતાં બન્ને જરા ચમક્યાં. આ શું ? વણું એક છતાં વર્ગ જૂદો હોવાથી એમ કેમ બની શકે ? આ એક મોટું શલ્ય થઈ પડ્યું. અસલને વર્ણવિચાર અને તેને પુનરોદ્ધાર (ભાષણથી નહિ પણ જાતદાખલાથી) કરવાની જરૂર સમજાવી, મેં તેમનું દુઃખ દૂર કર્યું. આહા, પણ મિત્ર, સુખ સદા દુઃખથી કલંકિત થયા સિવાયનું છેતુજ નથી. એજ જગાએ એમને હસ્ત-મેલાપ કરી, ભરાયલા સ્ત્રી-પુરૂષોની ઠઠ વચ્ચે, આ કાચ વડે જોયેલા જન-સ્વભાવ, અને દંભ વિનાની ખરી મહત્તા વિગેરે સદ
ગુણોની ખુબીઓનું વ્યાખ્યાન કરવાની મારી ઇચ્છા હતી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com