________________
પત્ર ૨૮ મે.– નર્મદ તરફથી કેશવને. ૧૫૩
સખત ટીકા કરવાની બીક બતાવી ચાલી ગઈ.
દંભી ચાલતી જતી આ વિધા-દાંભિક સ્ત્રીને વળાવપા ગયેલી મારી નજર બારણા સુધી જઈ ત્યાં ખુણમાં બેઠેલી એક નવિન મૂર્તિ આગળ અટકી. તપાસ કરતાં જ થયું કે એ પેલી સાદી સ્ત્રીની પુત્રી હતી અને તેની મા સાથે સહેજ આવી હતી. એ બિચારીની શાન્ત પ્રકૃતિ, નિષ્કપટી સ્વભાવ, સાદાઈ એ સર્વ ભેળપણ અને એલીઆપણામાં ખપતું. અને એથી એના ઉપર કેઈ લક્ષ આપતું નહિ. તેમ તે છોકરી પણ લેકોનાં વખાણ કરતાં મનના આનંદની વધારે શોખીન હોવાથી તેમની દરકાર રાખતી નહિ. એના સન્મુખ કાચ ધરી પાછળથી જોઉં છું તો એકદમ હું ચમક્યા. આશ્ચર્ય, આશ્ચર્ય ! નહિ એકે ટપકું કે નહિ એકકે ડાઘ. સર્વ સ્ફટિક જોઈ લે આગળ જણાવેલી તેની માના નગ્ન ગુણે અને પતિવ્રત્ય, તથા તેના બાપની વિધા અને ઉચ્ચ ભાવ એ છોકરીના વારસામાં મળવાથી એક પૂર્ણતાને નમુને બની હતી. આશ્ચર્ય અને હર્ષ નહિ દાબી શકવાથી હું મેટેથી બેલી ઉર્યોઃ “ અરે મનુની પુત્રીએ ! આવો આવો અને જુઓ! અનુકરણને પાત્ર આ પદાર્થ જુએ! આ કાચ ઉપર જુઓ
અને તેનું સત્ય કબુલ કરે ! આ સ્ત્રીની ઉત્તમતા સ્વિકરે અને એને દેવી તરીકે પૂજે. અનુકરણ કરવા લાયક વસ્તુની શોધ માટે દરિયા ઓળંગવાની તસ્દી લેવાની જરૂર નથી; બુરખાવાળાના વાદ લેવાની જરૂર નથી. આ તમારી જન્મ-ભૂમીમાં ઉગેલું ગુલાબ જુએ અને એની સુગંધ લઇ સુંગધી બનો અને લાંબે કાળે એ સુંગધ તમારીજ કરો.” આ માટે સાદે બોલાયલા શ એ, પશ્ચાત્તાપ અને ને ભવિષ્યના વર્તનના નિયમ ઘડવામાં ગુંથાયલા, પડદામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com