Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૪ મધુમક્ષિકા. ચિંતા હોય છે. ઘરની તેમજ બહારની ખટપટમાં તેઓ એવા ગુચવાઈ ગયા હેય છે કે પ્રેમ-રસ તો તે એ કદી એળખી પણ ભાગ્યેજ શકતા હશે. પૈસા રળવા અને પૈસા સાચવવા જમેલા એ પૈસાના ગુલામ નીતિ, પ્રેમ, દયા વિગેરે શાંત લાગણીઓથી તદનજ અજાણ્યા હોય છે. ઘરનાં કામમાં તથા ધરનાં સ્ત્રી છોકરાની સંભાળ ઉપર તેઓ જોઇતું લક્ષ આપી શકતા નથી. તેથી સ્ત્રી અને છોકરાં છેવટે અનીતિમાન થઈ અવળે રસ્તે ચઢવાને સંભવ રહે છે. એવું ધણેક સ્થળે મારા જેવામાં આવ્યું છે. ચિંતા અને કાળજીમાં લીન થઈ રહેલ ધનાઢ્ય આસપાસના બનાવ, જનમંડળનાં સુખ-દુ:ખ, કુદરતની ખુબીઓ વિગેરે જાણવા શકિત ન થઈ શકતો નથી. ખર્ચ જેટલું રળનાર સાધારણ સ્થિતિવાળો માણસ ઘણી એક વખત નીતિને નમુને હેય છે તેને મળતી ફુરસદમાં પંડ, જાતિ, અને દેશ તરફની ફરજે તે વિચારી શકે છે. વળી મધ્યમ સ્થિતિમાં પુરૂષ તેમજ સ્ત્રીને મહેનત, કાંઈ પણ જાતની કરવી જ પડે છે. આથી તેમનાં બન્નેનાં મન કામમાં ગુંથાયલાં રહેવાથી, નવરા નુકશાનકા સ્ક વિકારો તેમના મનમાં પ્રવેશ કરવા પામતા નથી. અરસ્પર પ્રેમની લાગણી પણ, કરેલા કામ ઉપરથી જણાય છે. સંધ્યા સમયે કામથી પરવારી, ચોગાનમાં કે વિરતારવાળા ઝાડ તળે ઘડી આરામ લેવા બેઠેલા, આનંદી ડેરા ના બાળકોની વચ્ચે નિર્દોષ મગરબીમાં મહાલતા, અને કંડે પેટે કોમળ લાગણુઓની વાતો કરતા બેઠેલા સાદા કુટુંબના સાદી આનંદ–વૃત્તિની બરોબરી કર્યો રાજા કરી શકવાન હતું ? દૂષિત અને દુઃખી જગતમાં આ પ્રેમી કુટુંબ કેવું મંગળમય સ્થાન છે ! પણ તેમાંએ પવિત્ર પ્રેમ અને જ્ઞાન વિના સર્વ આશા ફોગટજ છે. આટલાજ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, lownatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162