Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૮ મધુમક્ષિકા. વસ્તુની ઇછા સ્ત્રી જાતને પહેલી થાય છે. વગર પૈસાનાં ગ્રાહકો ઉપરા ઉપરી આવવા લાગ્યાં અને સ્ત્રીઓની સંખ્યા તે કાચાપોચા માણસને હેબક પમાડે એટલી બધી થઈ ગઈ. માનસિક રૂપની પરીક્ષા કરાવવા આવનારમાં પહેલી એક મુનસફની સ્ત્રી હતી. મૂળે તે એક કાંધીઆની છોકરી હતી. તેથી કેળવણું અને રસ ( Sentiment)ની ખામી, બાહ્ય ભભકાથી અને ખરચાળપણથી ઢાંકવા યન કરી હતી. પૂર ભભકા અને ડાળમાં ચાલતી ચાલતી મારી નજીક આવીને માટે સાદે કહેવા લાગી: “ ભાઈ તમાસગીર, મારા સાંભરવામાં આવ્યું છે કે તે એક જાદુઇ કાચ જેવું કાંક રાખ૭. અને છમાંથી મનીસનું ભીતર દેખાડછ. મને ઘેર... સાહેબ પણ કહેતા હતા કે એ બહુ જોવા જોગ વછ હેવી જોઈએ. હું પણ એમના સબાદ તેહત માનું છું. પણ મેં સાંભર્યું છે કે ભીતર જોવાની ઈચછાવાળાને બધાં લૂગડાં કાઢી નાંખવાં પડે છે. એમ હેય તો તે આપણ ના છે.” “નહિ, હેન, નહિ.” મેંમાં રૂમાલને ડુચે નાંખી હાસ્ય અટકાવી, ધીમેથી મેં કહ્યું: “એ સર્વ ખોટી વાત છે. લૂગડાં પહેર્યાં રાખે તે પણ કાચ વડે આખું શરીર અને અંતઃકરણ જણાય છે. માટે લોકોએ એવી ગપ ઉડાવી હશે કે તમાસગીર પ્રથમ લૂગડાં કઢાવે છે. ” જેમ કોઈ સુભાગ્યે બળીઓથી બચી ગયેલી અનુપમ સુંદરી, પિતાને જે પારદશ્ય ચહેરે દરેક યુવાનને જાહેરમાં નિસાસા અને એકાંતમાં કાવ્યને અનુભવ કરાવતા હતા, તેજ ચહેરે છેડા વરસ પછી પિતાના માનીતા પ્રમાણુક દર્પણ માં જોતાં, બિષ્ટ, ઉજવલિત કપાળ અને ગુલાબી ખુબસુરતી વાળા મેંની વિકૃતિ થઈ જોઈ ઘડીમાં દીલગીરી, ધડીમાં ક્રોધ, અને ઘડીમાં સંતાપ અનુભવે છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162