________________
પત્ર ૧૬ મે–લક્ષ્મી તરફથી જ મનને. ૧૨૭
વે છે કે, મારા પિતાશ્રી મારા વેવીશાળની તપાસ કરતાં કરતાં એક નિપુણ યુવાનને પસંદ કરી આવેલા, તે અત્રે મને જોવા આવેલા તે વખતે અમારા ૧૦-૧૫ મીનીટ ના સમાગમે અને તે શરમથી ભરપૂર હોવાને લીધે ) ભાગીટી વાતચીતે મારું મન ડોળી નાંખ્યું, મારું ચિત્ત ફેરવી નાંખ્યું. કુંવારી સ્થિતિનું શાંત સુખ દુઃખમય ભાસ્યું, પરણેલીઓનાં દુઃખ ભૂલાઈ જવાયાં. અને પરિણાનાં વચનામૃત પીને જ નિરંતર તેના રટણ-સાગરમાં રમ્યાં કરવાનું મન થયું. “રૂપ કળા મને મન ગમી,ને સ્વરૂપ રહ્યું ચિત્તા રમી."* બહેન, મને હશી કાઢીશ નહિ. મને એમ થાય તેમાં કાંઈ નવાઈ નથી. યુવાન, સમજુ, પ્રેમી અને કેળવાયલા, ભવિષ્યના શરમાળ વરનાં વચન, એકાંત જગ્યામાં મેતીની માફક ગરવા માંડે, ત્યારે કઈ કઠણ કાળજાવાળી બાળા પલળ્યા વિના રહી શકે ? વળી સર્વ બાજુ દુ:ખ દુઃખ અને દુઃખમાં ભારેલી અને જંજાળ તથા ચિંતામાં દટાયેલી સખીઓ તરફ નજર કર્યા પછી, શરૂઆતમાં જ અણધાર્યા અત્યંત સુખની આશા જણાતી જોઇ, આનંદ-સાગરમાં પ્રખ્યા સિવાય કોણ રહી શકે ? પણ બહેન, મારું શરૂઆતનું સુખ જોઈ મારી અદેખાઈ કરીશ નહિ ! તે સુખ તો માત્ર ૧૦–૧૫ મીનીટનું જ હતુંઘડી પછી તે વિદ્વાન ચોર મારું હૃદય ચોરી, મારું કાળજે કોરી, મારી વિચાર-શક્તિ છીનવી, મને પ્રેમ-પાઠને કક્કો વગર શિખવે ભણાવી, પલાયન કરી ગયે. ત્યાર પછી મને તેના વિયોગનું દુઃખ બહુ નડવા લાગ્યું, તે સાથે વળી પીટયું મન એમ ડરાવવા લાગ્યું કે તે સુધરેલા વિચારના હેઈ,
• પ્રેમાનંદકૃત ઓખાહરણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com