________________
પત્ર ૧૭ મો–ગુલાબરાય તરફથી ચંદ્રકાન્તને. ૧૩૧
વાંચેલું સારી રીતે યાદ રહે છે. દીવાના અજવાળાનો ઉપયોગ જેમ બને તેમ થોડે કરવો અને કદી ખાસ જરૂર પડે તે આંખ સામે પ્રકાશ ન આવે એવી સાવચેતી રાખવી. જમ્યા પછી તરત કદી વાંચવા બેસવું નહિ.
જે વિષય અઘરે લાગતું હોય તે પહેલાં લેવો અને ને તેમાં વધારે વખત રે . હેલું સહેલું તૈયાર કરીને અધરાને કદી મુલતવી રાખવું નહિ. તદન આરામ લેવા કરતાં એક વિષયથી કંટાળે ઉપજ્યા જેવું થાય એટલે બીજે વિષય ગમ્મત પડે તેવે લેવો.યાદ રાખવું કે ગમે તેટલી ગરબડ કે નવાઈની વાત બને તે પણ અભ્યાસ કરતાં કરતાં દષ્ટિ કે ચિત્ત વારે વારે ફરવાં જોઈએ નહિ. કોઈ પાઠ ધણો કઠણ માલૂમ પડે તે વિરવું કે તે તો આપણું ધીરજની કસેટી જેવા માટે છે. વાંચતાં જણાતી મુશ્કેલીઓ તે વખતે ઉઠીને પૂછવી નહિ; પણ ચિન્હ કરી રાખી પાછળથી પૂછી લેવી; સારાંશ કે મનને કઈ રીતે બીજા વ્યાપારમાં જોડવું નહિ. જેમ વધારે મુશ્કેલ કામમાં ફતેહ મેળવીએ તેમ વધારે જશ ને વધારે પાયદે. બાકી, જુજ મહેનત કરી નજીવા કામમાં તે ધ@એ લાગેલાં હોય છે; એમાં ને આપણામાં શો ફેર ?
કોઈ પાઠ કાર્ચ કરીને ઉઠવું નહિ; એટલે કે, એક પાઠ કાચે મૂકીને બીજે લેવો નહિ. થોડું થાય તે તેની ફિકર નહિ; પણ તે થોડું, પાકું થવું જોઈએ કારણ કે આખરે કાચું શિખેલું ભૂલી જવાય અને તેની મહેનત પાછી ઉભી રહે. દર રવીવારે અઠવાડીઆનો અભ્યાસ ફરી સંભાળી જ. લખાણ લખવાની અને વિચારે દર્શાવવાની ટેવ હમેશ
રાખવી. અભ્યાસને હેતુ, મગજ-તર્કશક્તિને ખીલવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, vunatumaragyanbhandar.com