________________
પત્ર ૯ મે.—મનસુખ તરથી કેશવરે. ૮૩
જંગલની વનસ્પતિ એ વિગેરે તને આનદ આપવા તે યાર છે. માણસ જાતને આ દુનિયામાં થોડીજ વસ્તુઓની જરૂર છે. અને તે પણ થોડાજ વખત માટે. ત્યારે આવ, નિર્ધનતા આવ; તારુ ગરીબ વાસ આગળ રાજા આવશે અને એક ખરા તત્ત્વજ્ઞાનીના સતેાષને જોઇ પ્રશશા કરશે.” ગરીબાઈ અને માતના દેશ એવા કૃપાળુ છે કે બેલાવ્યાં પહેલાં તે હાજર થયાજ છે ! પણ અફ્સોસ ! પુતકો અને મારી કલ્પનાએ વર્ણવેલા ચિત્રથી એ દેવીના આકાર જુદીજ જાતને જોયા. કાઠીઆવાડની કેટલીક કન્યાઓને તેમનાં સગાંવ્હાલાં તેમના રૂપનાં વખાણુ કરી દેવીશાળ કયા પછી ધુધટા તાણી પરણાવેછે ત્યાર પછી, જ્યારે પ્રથ મજ તેઓ તેમના પતિને મળે છે ત્યારે, પૂર્ણતાના નમુના જોવા ઈચ્છનાર ભાગ્યહિન વર્ સૂર્ય માક પ્રકાશિત હેરાને બદલે ચીતરી ચઢે એવું રૂપ જુએ છે. તેમજ નિર્ધનતા દેવીના આશકની પણ એજ વલે થાય છે. સઘળા જીસ્સા એકદમ દખાઇ જાય છે અને તેના ખંડેર ઉપર સેકડા દુ:ખ આવી ચઢે છે, અને જાત તરફ તિરસ્કાર, એ સામાં આગેવાની લેછે. હવે મને ખબર પડી, કે કોઇ રાજા માા ભાણા પાસે જોવા આવવા નવરા નથી. પણ એથી ઉલટુ, જેમ જેમ હું ગરીબ થતે જાઉભું, તેમ તેમ દુનીઆ મારી તર± પી૮ ફેરવતી જાય છે; અને પોતાની એકાંતમાંજ તત્ત્વજ્ઞાનીના પાઠ ભજવવા રજા દેછે. માણસ જાત આપણાં દુ:ખ જુએ છે, એમ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે તે ગરીબ અને કૈાઢ તત્ત્વજ્ઞાનીને પાઠ ભજવવા આનંદકારક લાગે છે; પણુ આપણા દુ:ખ વખતે જોનારાના ગુપ્ત નિસાસા અને પ્રશંસા રૂપી દિલાસા વિના, એકાંતમાં ભ
જવાતા તત્ત્વજ્ઞાનીને પાઠ ઝાઝી વાર ટકી શકતા નથી. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com