________________
૧૦૪
મધુમક્ષિકા.
મ વિચાર કરો કે આ સર્વ જ્ઞાન તો સંસાર શાન્તિથી. ચાલે એટલા માટે મેળવીએ છીએ. કારણ કે શાન્તિ વિના આત્મસાધન તો શું પણ આભા વિષે વિચાર પણ થઈ શકતો નથી. અને આત્મ-સાધન ઉપર ભવોભવનો આધાર છે. માટે આત્મસાધન માટેના બીજા ઘણાં સાધનેમાંનો એક નાનો ભાગજ માત્ર, આ સંસાર-શાન્તિ માટેના ઉપાયો છે. કૂવામાંના દેડકા માફક કદી એટલા જ્ઞાનને જગત્ ગણીશ નહિ.
આમાંનું કંઈ પણ જ્ઞાન પણ્યા પછી મેળવી લેવાના વિચારથી હાલ મુતવી રાખવાની મૂર્ખામી ન કરતી. કેણ જાણે છે કે કેવું ઠેકાણું મળશે અગર કેવી અડચણે નડશે? પછી પણ અભ્યાસ જારૂ રાખવો એવી મારી સલાહ છે; પણ પછી ધાર્યા પ્રમાણે સગવડ મળશે કે નહિ, તે કોને ખબર છે? માટે આટલું જ્ઞાન તો જરૂર હમણું જ મેળવવું.
તારા મોટા ભાઈને વાજીંત્રને શેખ છે. એને સતાર વગાડતાં સારો આવડે છે અને ગાવામાં પણ ઠીક છે. હું ધારું છું કે એમાંનું કાંઈક જ્ઞાન તું મેળવી લે તો ઠીક. એ. કળા, દુઃખમાં દીલાસે અને સુખને મધુરતા આપે છે. - તેહરી કહે છે કે સાત્વિ સંતવા વિનઃ સાક્ષાત્ પરા પુછવષાદ્દીન: જેનામાં સાહિત્ય, સંગીતકલા (ગાવું-વગાવવું-નૃત્ય કરવું ) એમાંનું કાંઈ નથી, તે ખરેખર પુંછડા વિનાના પશુ સમ છે. અહિક અને પરમાર્થિક બને કામમાં સંગીતનો સંબંધ આપણુ આર્ય ધર્માચાર્યોએ રાખે છે; એમ જાણીને કે, સંગીત એ માનસિક ઉન્નતિનું એક મુખ્ય સાધન છે. પ્રાર્થના, વૈરાગ્ય, પ્યાર, બંધ આદિ સર્વ એ ધારે વધારે ખીલે છે. પહેલાં તે તે જ્ઞાન દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com