________________
પત્ર ૧૩ મે – કેશવ તરફથી નર્મદને.
૧૧૮
બાબતમાં હાથ ઘાલવા જેવું થાય છે; એથી તો આખરે તમે જ કહેશે કે સરકાર અમારી સ્વતંત્રતા છીનવવા ઉભી થઈ છે.* માટે એમ તો ન બને.”
“ એ હે હે હે મોટે પરેન્ટ કાઢયો ! હસીને પેલે ઉત્તર વાળ્યાઃ “સરકાર તે એમ ન કરી શકે પણ નાત શું ન કરી શકે ? ગમે તેવી વાતમાં નાત વચ્ચે પડે છે તો આ કામ નાત શું ન ઉપાડી શકે? પણ એમ કહોને કે નાતને એ સંબંધી વિચાર જ કદી સૂઝયો નથી. નાત સારી સંપીલી અને નિષ્પક્ષપાતી હોય તે નાતને કરવાનાં કામ કાંઈ થોડાં નથી. ઉમ્મર, ઘરની અને શરીરની સ્થિતિ, અભ્યાસ, શક્તિ વિગેરે તપાસી લગ્નની રજા આપવાને હક્ક, જ્ઞાતિના કોઈ માણસની પડતી થવાનાં કારણ તપાસી તેની ખામીએ બતાવવાને અને તેને જોઈતી મદદ કરવાને હકક, પિતાના દરેક માણસે ધર્મનું જોઇતું જ્ઞાન મેળવે એવા એવા ઉપાય યોજવાને હકક: એ સે હક્ક અને એ સે ફરજે એમની જ છે તો !” નાતના આગેવાનોના હક અને કર્તવ્યો આવાં મોટાં ગણવેલાં સાંભળી, મોટા ભા” થવાના લોલુપી બે ચાર શેઠીઆ બેલી ઉઠયાઃ “ ના હે; આ તે બધું વ્યાજબી કહે છે. પણ સાલું કામ જરા કઠણ તે ખરૂં જ તા. એવડા બધે બંદોબસ્ત શી રીતે રખાય સાલું?એક જુવાનીના મદથી છકેલે, ધનાઢય છેકરે છેઃ “સાળું ને બાળું; એ પહેરાવ સાળુ તો મારી કાકીને, કાકા ! અહીં કાંઈ મોભાગ્ર-બુદ્ધિનું કામ નથી. એતો કરનાર જ કરી જાણે. એ નહિ મારા તમારા જેવાનું કામ ! તમે તો મારું સાલું; ખડી વાત ; છતે કહું છું; હું તે ખડી વાત કહું; ના, ના, એતો જરી અલગતની વાત છે આ એવું એવું
'Infant Marriage' &c. pp. 95-97. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burvatumaragyanbhandar.com