________________
પત્ર ૯ મે.--મનસુખ તરથી કેશવને
benevolence ) એ મનુષ્ય જાતિને નિકટ સબંધમાં લાવનાર પહેલું સાધન છે. મનુષ્ય જાતની તંગીએ તે આપણીજ તંગી છે એમ અમને ઠસાવ્યું. અને મનુના પુત્ર તરફ્ પ્યાર અને માનની દૃષ્ટિથી તેવા શિખવ્યું. માત્ર દયાના યંત્ર જેવા અમને બનાવી દીધા. ખરૂં કે કૃત્રિમ દુ:ખ સાંબળી, થતી લાગણી અટકાવવા અમને અશકત બનાવ્યા. એક પાઇ રહ્યા પહેલાં પૈસે દાન કરશની કળામાં અમને પુરા પ્રવિણુ કર્યા.
૮૧
પિતાએ આપેલું ઉદારતાનું જ્ઞાન અને કુદરતે આપેલી કાંઇક બુદ્ધિ સહિત, જ્યારે મેં આ ધાંધળમય અને દગલબાજ દુનિયામાં પ્રવેશ કર્યો, ત્યારે મારી સ્થિતિ રામની રગભૂમિમાં બખ્તર સિવાય ખુલ્લા મૂકેલા મલ્લ જેવી હતી. એકજ પક્ષના જ્ઞાનવાળા માસ બાપ, મારામાં સારૂ જ્ઞાન છે એમ માની હરખાતા.—ો કે મારૂં' બધુ જ્ઞાન માત્ર તેમની માક એવા વિષય ઉપર વાત કરવામાં હતું, કે જે એક વખત ઉપયોગી હતા, પણ જે હાલમાં નકામા થઇ પડયા છે. મારી ૨૫ વરસની ઉમરે મારા પિતાશ્રી દેવલોક સિધાવ્યા અને પાછળ મારા માટે આશિષ માત્ર મૂકતા ગયા. આ પ્રમાણે રક્ષણ કરવા માટે કહ્યુ કાળા સિવાય, કે દોરવા માટે યુક્તિ સિવાય, કે આવી જોખમ ભરેલી મુસારીમાં પેટ ભરવા માટેખારાકના યોગ્ય જથ્થા સિવાય, ૨૫ વરસની ઉમરે આ વિશાળ વિશ્વ સાગરમાં મને કિનારા ઉપરથી ધોલી પાડયા !
પણ ઠેકાણે પડવા સારૂ મારા મિત્રોએ સલાહ આપી (અને મિત્રા જ્યારે આપણને ધિક્કારવા માંડે છે ત્યારેજ શિખામણ આપવા આવે છે)કે મારે હવે મંદિરમાં કથા કહેનાર હર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com