________________
પત્ર ૭ મે –જહૈન ટૌડ તરફથી કાવસજીને. ૧૮
-
-
-~
~
મન કરે એ પણ સંભવિત છે. સ્ત્રીઓનું હૃદય એવું છે કે જેની અંદર સર્વ પાક ઉતરી શકે છે. જેવી તે જમીન ખેડવાની ખુબી તે તેને પાક. આર્ય-ધર્મ-નીતિ અને કેળવણુના હળથી ખેડાવાથી અને વિશ્વાસના ખાતરથી, તે જમીનમાં કોમળ પ્રેમ-કુસુમપાક હરકી ઉઠે છે; અજ્ઞાન અને હેમી પતિ-ખેડુત ના હાથે અવિશ્વાસ-ખાતર નંખાવાથી કંકાસકાંટા, અજ્ઞાન-કિંપાકફળ અને એ બીજે ખરાબ પાક આંખને કંટાળો આપવા ઉગી આવે છે. મારા ઉપર પતિને વિશ્વાસ નથી કે હેત નથી એમ જરા પણ હેમ ખાઈ ગયેલી સ્ત્રી, પુનર્લગ્નની છેક છૂટ રૂપી હથીઆરને ઉપયોગ કરતાં આંચકો શાની ખાય ? અમારા ઈંગ્લાંડના દાખલા લેનાર ત્યાંની ખરાબ બાજુ કેમ તપાસતા નથી? ઉજળું એટલું બધું કાંઈ દૂધ જ હોય છે ?
સુધારકો કણ અને કેવી વર્તણૂકના છે તે પણ જુઓ. સુધારાનું ખરું નામ ધરાવનારા તે આંગળીના વેઢે ગણાય એટલાજ છે ( તે પણ ગુજરાત કાઠીઆવાડ કરતાં બીજા પ્રદેશમાં વધારે છે. તેઓ ઝાઝા પાણીને જ શાંત વહેથી ખેંચી જાય છે. ) બાકી ઘણું તે ચાલતી હેલમાં બેસનારા છે. જમાને સુધારાના ચગડોળે ચડેલે જોઈ નામ કાઢનારા ઘણું છે. પારકાં છોકરાં જતિ કરનારામાંના કોણે જે જાતે ધારણ કર્યો ? મહેતાજી દુર્ગારામ વિધવા વિવાહને બોધ જ્યાં ત્યાં કરતા ફરતા. કોઈ દિવસ ભાગ્યેજ બેધ સિવાય ખાલી જતો હતે.
બિચારી ડુંગરપુરી મથુરી' તેમના બેધથી તેમની સાથે પુનર્લગ્ન કરવા તૈયાર થઈ ફજેત મળી. મહેતાએ તેની સાથે પુનર્લગ્ન નહિ કરતાં કઈ કુમારિકા સાથે હસ્તમેળાપ
; અને તે સાથે જાહેરાતમાં પ્રતિજ્ઞા લીધી કે “ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com