________________
મધુમક્ષિકા. ~~~~~ ~~~ જન્મ કુંવારી પણ રહેતી અને તેઓની તરફ સર્વ કઈ માનની નજરથી જોતું. પરણ્યા પછી પણ સ્ત્રીઓને સારું માન મળતું. અને ઘરમાં તેઓ સારે અધિકાર ભગવતી. લગ્ન વખતે બોલવાના એક મંત્રમાં એમ બોલતા કે “તારા (પતિના) ગૃહ પ્રત્યે જા; ગૃહ-પત્નિ થા; અને ગૃહમના સર્વ ઉપર અને ધિકાર ભોગવ. તારા શ્વશુર અને શ્રને તારે પ્રભાવ દેખાડ અને તારી નણંદ તથા દિયરની અધિષ્ઠાત્રી થા.” ઘરમાં સ્ત્રીઓનું પ્રથમથી જ કેટલું ચલણ અને માન હતું તે આ ઉપરથી સહેજ સમજાય છે. અને એ સ્ત્રીઓનું એટલું ચલહું અને માન હોય એમાં નવાઈ પણ શી ? તે લેકે જાસુતા હતા કે ગુણવાન પુરૂષ,ગુણવાન સ્ત્રીથી જ જન્મ પામવાના છે. તેમને શિક્ષણ સારી રીતે અપાતું. તેમને માટે પીડાકારી બંધને ન હતાં. વૈદિક કાળની સ્ત્રીઓ ભકિતમાં ભાગ લેતી; ક્રિયા કરવામાં મદદ કરતી; કેટલીક સૂકતે રચતી અને યજ્ઞ– ક્રિયા પણ કરતી. રાજાઓ અને શ્રીમન્તો મહાન પ્રસંગે તેમને નોતરતા. પતિ-પત્નિ સાથે આહુતી આપતાં અને એમ કરી સ્વર્ગમાં પણ સાથે જવાની ઉમેદ રાખતાં, જનમંડળનાં સુખને લાવો લેવામાં તેમને કાંઈ બંધન નડનું નહિ. યુરોપની સ્ત્રીઓ માફક એઓને પુરૂષ-મંડળમાં અતિ છુટથી ભળવાની રજા મળતી નહિ. તે પણ અત્યંત ગુપ્ત વાસ અને બંધનથી પણ તેઓ તદન અજાણ જ હતી. એક વિદ્વાન હિન્દુ ઈતિહાસ-કર્તા (મી. દત્ત) લખે છે કે “ત્રણ ચાર હજાર વરસ અગાઉ હિંદમાં જે માન અને છૂટ સ્ત્રીઓને મળતાં તેના કરતાં વિશેષ તે ગ્રીસ અને રોમના અતિ સુધરેલા દિવસોમાં પણ તે દેશોમાં તેમને મળેલાં નથી.”
મર્યાદાની સાથે અપાતી છૂટ, છૂટ સાથે રખાતે દાબ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com