________________
પત્ર ૪ છે. કેશવ તરફથી નર્મદને.
૩૩
દુઃખ એવું જબરું જણાતું નથી. દુ:ખમાંથી જે આનંદ અને બધ લઈ શકે તે માણસ ગમે તેવો અભણ કે ગરીબ હોય તે પણ એને જે ખરે તત્વજ્ઞાની કહે.
વળી હાલની કેળવણીએ કેટલાંક દુઃખો ઉત્પન્ન કર્યા છે. જે ગરીબ માણસ ૮-૧૦ રૂપીઆમાં પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ હોય તેજ ગરીબ માણસ હાલની કેળવણી લેવાથી અમુક વસ્તુઓ અને અમુક કાર્ય સિવાય તે નજ ચાલે એમ માની વધારે ખર્ચ કરવા તૈયાર થાય છે. અભ્યાસ (કે જે જ્ઞાન મેળવવાનાં ધણ સાધનામાંનું એક માત્ર છે તે જેમ વધારે તેમ ભભકો વધારે જોઈએ જ–તેમ ખર્ચ વધારે જોઈએ-તેમ માણસને બીજા કરતાં પૂજ્ય અને ઉપરી ગણવા જોઇએજ—એ હાનીકારક વિચાર અભ્યાસ શબ્દ સાથે સજ્જડ મડાગાંઠથી ગુંથાઈ ગયું છે. બધાને એક સરખી સગવડ અને મેજમઝા મળવી મુશ્કેલ; આથી તેને એને અસંતોષ ઉત્પન્ન થાય છે અને એથી કલેશ પામે છે.
સ્થિતિને અનુસરીને ચાલવું અને ચેડાથી સંતોષ માનવો એ જેટલી અગત્યતાનો પડે છે એટલેજ શીખવા મુશ્કેલ છે. હાલની કેળવણી સાથે સાદાઈ, સહનશીલતા, મોટું મન, કરકસર, જાત મહેનત, શકિત વિનાનો કેપ દાબવાની જરૂરીઆત વિગેરે ગુણ આપવામાં આવતા હોત તે પાઠશાળામાં ગમે તેટલું ઉંચું જ્ઞાન મેળવવા છતાં પણ તે માણસ રિથતિ અને સમય પ્રમાણે સતપથી વર્તન ચલાવી શકે આ અને હિન્દુ-સંસાર-પદ્ધતિની ખામી એ એ આપણું ભયંકર દુશ્મન છે. આપણામાં આડે દહાડે કરવાના ખર્ચ, તહેવાર પર કરવાના ખર્ચ, ટાણે ટચકે કરવાના ખર્ચ. એવી એવી જાતના એટલા બધા ખર્ચ કરવા પડે
છે અને રળવાના રસ્તામાં એટલી મુશ્કેલીઓ વધતી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com