________________
પત્ર પે
૪૩
– કેશવ તરફથી નર્મદને. પત્ર ૫ મે.
કેશવ તરફથી નર્મદ ઉપર.
વડોદરા,
તા. ૫ – + – + પ્રિય નર્મદ,
બીજે દિવસે આત્મ-કથન ચાલુ કર્યું –
આ દેખાવ જે ત્યારથી મારા વિચારે બદલાઇ ગયા. લગ્ન એ દુઃખનું કારણ નહિ ગણતાં લગ્નની વસ્તુની પસંદગીમાં ખામીને તથા લગ્ન પછી ચલાવવાની વર્તણુકમાં ડહાપણની ખોટને દુઃખનું કારણ ગણવું એવું હવે મને ભાન થયું. પરણવાની ના કહેવાને બદલે વગર પસંદગીએ પરણવાની ના કહેવાના ઠરાવપર આવ્યા. સુભાગ્યે એવામાં એક ઠેકાણું મળી આવ્યું અને મેં તે યોગ્ય તપાસ કરી સ્વિકાર્યું. મને પરણ્યાને આજે ૧૦ વરસ થયાં છે એટલે તે વખતની વાર્તા કરતાં મને શરમને બદલે આનંદ થાય છે. માટે. હું તમને તે વિષે બે અક્ષર વિસ્તારથી કહું છું. તમે આશ્ચર્ય પામશે કે વળી અંગ્રેજો માફક પસંદગીને રીવાજ આપણે શી રીતે અમલમાં મૂકી શકીએ ? ખરું, પણ મારે રસ્તા જુદો જ હતો. સાધારણ રૂપ એ વાત તે પહેલાંજ લેવાની છે. બાહ્ય રૂપની પણ મન ઉપર અસર થયા સિવાય રહેતી નથી. ભમતા મનના યુવાનને ભવિષ્યમાં લાગણીઓ ફેરવવી ન પડે એ માટે આ વાત ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અને એ પરીક્ષા કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com