________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
બે દષ્ટાંત ઃ એક નવું, એક જૂનું વ્યક્તિગત જીવનમાં લયબદ્ધતા પ્રાપ્ત કરવા માટે ત્રણ મુખ્ય વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
૦ શરીર. (પાંચે ઇન્દ્રિય અને અંગોપાંગ) ૦ મન. (ચિત્ત, અંતર... વિચારો, મંતવ્યો, ધારણાઓ) ૦ આત્મા. (કર્મબદ્ધ આત્મા, કર્મમુક્ત આત્મા)
આ ત્રણ વાતો, હું તને આગામી પત્રમાં વિસ્તારથી લખીશ. આજે તને રાજગૃહીના પુણિયા શ્રાવકના સંદર્ભમાં, વર્તમાનકાળે પણ એવા વિરલ પુરુષો, કંઈક અંશે ગુણાનન્દ અને ચિદાનંદ અનુભવતા લયબદ્ધ જીવન જીવતા, મેં જોયા છે; એ વાત લખવી છે. આવા વિષમકાળમાં પણ વિષમતાઓથી પર રહીને “સ્વ'માં લીન રહીને જીવન જીવી શકાય છે!
એવો એક મારો પરિચિત પરિવાર છે. પુરુષ ગ્રેજ્યુએટ છે, વિદ્યાનું ને બુદ્ધિશાળી છે. પત્ની સુશીલ, સમજદાર અને રૂપ-ગુણસંપન્ન છે. બત્રીસ વર્ષના યૌવનકાળમાં બ્રહ્મચર્યવ્રત ધારણ કરેલું છે. વર્ષો સુધી એક માધ્યમિક શાળાના હેડમાસ્તર રહેલા છે. જે પગાર મળતો હતો એમાં જ પોતાનો સંસાર ચલાવતા હતા. કોઈ ટ્યૂશન કરતા ન હતા.
૦ જીવનમાં કોઈ વ્યસન નહીં. ૦ કોઈ મોજશોખ નહીં. ૦ તત્ત્વજ્ઞાનમાં અગાધ પ્રીતિ. 0 રાત્રિભોજન નહીં, અભક્ષ્યનો ત્યાગ. ૦ અસત્ય બોલવાનું નહીં, પ્રિય અને હિતકારી બોલવાનું ૦ દુઃખી પ્રત્યે ખૂબ કરુણા. ૦ ઉત્તમ પુરુષોનો ગુણાનુવાદ. ૦ કોઈ વાતનો અજંપો નહીં, અસંતોષ નહીં, ફરિયાદ નહીં. ૦ સદૈવ, પતિ-પત્નીનાં મુખ પર મલકાટ, સ્મિત, હાસ્ય..
ચેતન, ઉપવાસ, આયંબિલ, એકાસણાં, બેસણાં જેવી તપશ્ચર્યા તો કરતા રહે છે, સાથે સાથે પ્રભુપૂજન-ભક્તિ, ધ્યાન અને સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ ભાવપૂર્વક કરે છે. આજે તો એ બંને વૃદ્ધાવસ્થામાં પહોંચ્યાં છે. વ્યવસાયથી નિવૃત્ત છે. પુત્ર-પુત્રવધૂ અને પૌત્રો સુશીલ, વિનયી, વિવેકી અને
For Private And Personal Use Only