________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
શરીરનો લય
"Bio-rythm means an endogenous cyclic variation in body functioning in a person's physical, emotional and intellectual activity, any periodic change in the daily cycle of waking and sleeping or the cycle of activity or dormancy."
આ વ્યાખ્યામાં રહેલા ત્રણ મુદ્દાઓ તને બતાવું
૧. જીવનલયનો સંબંધ શરીરના અંતર્ગત ફેરફારો સાથે રહેલો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. સમયાંતરે ઊઠવા-જાગવાના રોજિંદા ચકરાવામાં થતા ફેરફારને કારણે શારીરિક, સાંવેગિક અને બૌદ્ધિક ક્રિયાઓ પર અસર થાય છે.
૩. આ બધી બાબતો શરીરનાં કાર્યો પર અસર પાડે છે.
ચેતન, હવે દિનચર્યાના વિષયમાં તને કેટલીક વાતો લખું છું. આવી દિનચર્યાથી શરીરનો લય જળવાય છે, આરોગ્ય જળવાય છે.
૧. પ્રભાતે શક્ય હોય તો બ્રાહ્મમુહૂર્તમાં (ચાર વાગે) ઊઠવું. તે શક્ય ન હોય તો સૂર્યોદય પહેલાં ઊઠી જવું.
૨. પહેલું કામ પરમાત્મદર્શન-પૂજનનું કરવું.
૩. સૂર્યોદય પછી ૪૮ મિનિટ બાદ અલ્પાહાર કરવો.
૪. મધ્યાહ્ન કાળે (૧૨ વાગે) ભોજન કરવું. ક્યારેક ૧૧ વાગે પણ કરી
શકાય.
૫. સાંજે સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરી લેવું.
૬. ઊંધ ૬૭ કલાકની હોવી જોઈએ. મોટી ઉંમરમાં ૩/૪ કલાકની ઊંઘ પણ ચાલે.
નિયમિત ઊંઘવાનું અને નિયમિત જાગવાનું ચક્ર બરાબર ચાલતું રહેવું જોઈએ. પરંતુ આ નિયમિતતા તો જ જળવાશે જ્યારે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોની સુયોગ્ય માવજત કરશે. શરીર એટલે આમ તો પાંચ ઇન્દ્રિયો જ છે ને! શરીરની અંદર રહેલાં લીવર, સ્પ્લીન, નાનું આંતરડું, મોટું આંતરડું, કીડની, અન્નનળી, હૃદય, જઠરાગ્નિ... ઇત્યાદિના સંતુલનનો આધાર મનુષ્યની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે.
૦ ઘણાં વર્ષોથી કાન (શ્રવણેન્દ્રિય) ઉપર અવાજોનું આક્રમણ વધી ગયું છે. માઇકો ઉપર થતી જોરશોરથી જાહેરાતો, ઉગ્ર ને ઘોર અવાજથી થતાં ભાષણો, ટી. વી. ઉપર આવતી તીવ્ર સ્વરોમાં જાહેરાતો... માણસને બધિર
For Private And Personal Use Only