________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I E૧૮. બુદ્ધિ સ્થિરતાના ઉપાથોને તે
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
તારો પત્ર મળ્યો. તું લખે છે કે, “વૈરાગ્યમાર્ગ ગમે છે. ક્યારેક વૈરાગ્ય જાગી પણ જાય છે, પરંતુ વૈરાગ્યમાં મન સ્થિર નથી રહેતું.' સાચી વાત છે તારી. તને મારે પૂછવું છેઃ
ખરેખર, તારે મનને વૈરાગ્યમાં સ્થિર કરવું છે? બદ્ધિને વૈરાગ્યરસથી સતત ભીંજાયેલી રાખવી છે? તો તું પહેલાં તારા અંતરાત્મા સાથે વિચારી લે.
નવ તત્ત્વોના તલસ્પર્શી અધ્યયન દ્વારા તારે તાત્ત્વિક શ્રદ્ધાને સુદઢ બનાવવી છે? અર્થાત્ તત્ત્વશ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવીને બૌદ્ધિક સ્થિરતા પામવી છે? તો ગંભીરતાથી વિચારી લે.
મોહનીયકર્મનો ક્ષયોપશમ કરીને પ્રાપ્ત કરેલા સમ્યગુદર્શન-સમ્યકુચારિત્ર જેવા ઉચ્ચતમ પવિત્ર ભાવોમાં તારી બુદ્ધિને જોડી રાખવી છે? તો તું પુખ્ત વિચાર કરી લે.
આ રીતે વૈરાગ્યમાં સ્થિર થવાનું પ્રણિધાન કરીને, તાત્ત્વિક શ્રદ્ધાને સુદઢ કરવાનો સંકલ્પ કરીને અને ક્ષાયોપથમિક ગુણોની સિદ્ધિ-વૃદ્ધિ કરવાનો નિરધાર કરીને
૧. જિનપ્રવચનની ભક્તિ કરવા માંડ. ૨. ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરતો રહે. ૩. ત્યાગી-વેરાગી મહાત્માઓનો સંપર્ક રાખ. આ ત્રણ વાતો થોડા વિસ્તારથી તને સમજાવું છું. જિનપ્રવચન એટલે તીર્થંકર પરમાત્મા અને એમનું ધર્મશાસન. તીર્થકર પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવવું, એ તેઓની સાચી સેવા છે. જિનાજ્ઞાનું પાલન કરવાની શક્તિ મળે છે, જિનેશ્વરોની પ્રીતિ-ભક્તિસભર ભાવપૂજા કરવાથી. * प्रवचनभक्ति श्रुतसम्पदुद्यमो व्यतिकरश्च संविग्नैः ।
वैराग्यमार्ग सद्भावभावधीस्थैर्यजनकानि ।।१८१।। - प्रशमरति
For Private And Personal Use Only